News of Saturday, 31st January 2026
હું અહિનો ડોન ગજો, મારા પૈસા ન હોય...ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં મફત ફાકી-સિગારેટ માટે લુખ્ખાગીરી
રહેણાંક સાથે જ દુકાન ધરાવતાં કાનજીભાઇ પીઠીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો વારંવાર મફત ખાઇ જતાં શખ્સે અગાઉના ૯૦૦ દીધા નથીઃ દૂકાનના કર્મચારી ધવલ સાથે ફરી ડખ્ખો કર્યોઃ ૨૪૦ની ચીજવસ્તુ લઇ પૈસા ન આપ્યા અને માથે જતાં દૂકાનને તાળા મારવાની ધમકી દીધીઃ એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમે પકડી લઇ હવા કાઢી નાંખી

રાજકોટ તા. ૩૧: શહેરમાં લુખ્ખાગીરી, દાદાગીરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં રહેતાં અને ઘરના નીચેના ભાગે ચા-પાનની દૂકાન ચલાવતાં યુવાનની દૂકાનેથી આ વિસ્તારનો ગજેન્દ્રસિંહ ઉર્ફ ગજો નામનો શખ્સ વારંવાર પાન, ફાકી, સિગારેટ લઇ જતો હોઇ અને પૈસા દેતો ન હોઇ તેમજ પૈસા માંગે તો દૂકાનને તાળા મારી દેવાની ધમકી આપતો હોઇ વધુ એક વખત દૂકાનના કર્મચારી સાથે ઝઘડો કરી ‘હું આ વિસ્તારનો ડોન છું, મારા પૈસા ન હોય' તેમ કહી ધમાલ મચાવી કર્મચારી અને દૂકાન માલિકને ખૂનની ધમકી આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં. ૩ના ખુણે ગાત્રાળ હોટલની ઉપર રહેતાં કાનજીભાઇ દેવશીભાઇ પીઠીયા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ગોંડલ રોડ ઉદ્યોગનગર શિવાલીક-૫ બિલ્ડીંગવાળી શેરીમાં રહેતાં ગજેન્દ્રસિંહ ઉર્ફ ગજો બહાદુરસિંહ જાદવ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. કાનજીભાઇએ જણાવ્યું છે કે હું ભક્તિનગર સ્ટેશન પ્લોટ શેરી નં. ૩માં પરિવાર સાથે રહુ છું અને મારા ઘરની નીચેના ભાગે ગાત્રાળ હોટલ છે ત્યાં ચા અને પાનનો વેપાર ધંધો કરી ગુજરાન ચલાવુ છું. અમારા લતામાં રહેતો ગજેદ્રસિંહ ઉર્ફે ગજો અવાર નવાર અમારી ગાત્રાળ હોટલે આવી મફતમાં પાન, ફાકી તેમજ સીગારેટના પેકેટ લઇ જાય છે. હું જ્યારે પણ રૂપીયા માગુ તો રૂપીયા આપે નહી અને કારણ વગર ઝઘડો કરી દૂકાનને તાળા મારી દેવાની ધમકી આપે છે.
દરમિયાન ૨૯મીએ રાતે નવેક વાગ્યે હું સહકાર મેઈન રોડ ઉપર હતો, ત્યારે મારી હોટલમાં કામ કરતાં ધવલ અશોકભાઇ પંડયાનો મને ફોન આવેલ કે ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો આજે ફરી વખત આપણી દુકાને આવેલ છે અને ઝઘડો કરે છે તમે જલ્દી આવો. આથી મેં તેને તું પોલીસની ગાડી બોલાવ ત્યાં સુધીમાં હું આવુ છું તેમ કહ્યું હતું. થોડીવારમાં જ હું હોટલે પહોંચી ગયોહ તો અને ધવલને શું થયું પુછતાં ધવલે જણાવ્યું હતું કે-ગજેન્દ્રસિંહે દુકાને આવી મને કહેલું કે તમારે અહીં ધંધો કરવો છે કે નહિ?ે જો તું મને ફાકી અને સિગારેટના પાકીટ નહીં આપ તો તને જાનથી મારી નાખીશ. આથી હું ડરી જતાં મેં ગજાને ૬ ફાકી અને સીગારેટના બે પેકેટ આપ્યા હતાં. આ વસ્તુના મેં રૂા. ૨૪૦ માંગતા તેણે મને ગાળો દીધી હતી અને ‘હું અહીંયાનો ડોન છુ તારે દુકાન રાખવાની છે કે નહી? તું તારા શેઠ કાનાભાઈને કહેજે કે ગજો આવ્યો હતો, અને પૈસા દેવાના નથી.
ધવલે વધુમાં ગજાને કહેલ કે તમે અગાઉ પણ ૯૦૦થી ૧૦૦૦ રૂપીયાની ફાકી અને સીગારેટ અમારી દુકાનેથી લઇ ગયા છો, તેમજ ઘણી ફાકી અને સિગારેટ મફતમાં લઈ ગયેલ છો તેના રૂપીયા પણ તમારે દેવાના બાકી છે. આ સાંભળી ગજેન્દ્રને સારુ ન લાગતાં તેણે ઉશ્કેરાઇ જઇ મારી સાથે ઝઘડોક રી મોટે મોટેથી ગાળો દેવા માંડયો હતો અને સિગારેટ પીતાં પીતા કહેલું કે હવે ક્યારેય રૂપિયા માંગતા નહિ નહિતર તમને જાનથી મારી નાખીશ. દેકારો થતાં બાજુના ચાવાળા મયુરભાઈ ભરતભાઈ ડાભીઅ માથાકુટ કરી રહેલા ગજેન્દ્રસિંહ ઉફ ગજાને સમજાવ્યો હતો કે તારે મફત માં લેવુ અને ઝગડો શું કામ કરે છે અહીંયાથી જતો રહે. આ પછી મેેં પોલીસમાં ફોન કરતા ગજેંદ્રસિંહ ઉર્ફે ગજો ત્યાથી ભાગી ગયો હતો. તેમ વધુમાં ધવલે મને કહેતાં બાદમાં મેં પોલીસને જાણ કરી હતી.
અમારા લતામાં રહેતો ગજેંદ્રસિંહ ઉર્ફે ગજો અવાર નવાર અમારી ગાત્રાળ હો ટલે આવતો હોય છે અને મારી દુકનમાં કામ કરતા ઘવલ પાસેથી બળજબરીપુર્વક ધાક ધમકી આપીને મફતમા પાન, ફાકી, અને સીગારેટના પેકેટ લઈ જતો હોય છે અને હું રૂપીયા માંગુ તો રૂપીયા આપે નહી અને કારણ વગર ઝગડો કરતો હોય છે. તેમજ જો અમે તેને મફત નહી આપેીએ તો અમારી દુકાનમાં તાળુ મારવાની ઘમકી આપે છે. તેમ વધુમાં કાનજીભાઇએ કહેતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ પી. એચ. જેઠવાએ ગુનો નોંધી ગજાને દબોચી લઇ તેની હવા કાઢી નાંખી હતી. ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પી. આઇ. બી. વી. બોરીસાગર, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્સ. મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા, કનુભાઇ બસીયા, સાગરભાઇ માવદીયા, ધારાભાઇગઢવી, કરણભાઇ વીરસોડીયા, ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેર સહિતે તેને પકડી લીધો હતો
(2:13 PM IST)










