<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

શ્રી વિશ્વકર્મા દાદાના જન્‍મોત્‍સવ નિમિતે વિશાળ શોભાયાત્રા : વિન્‍ટેજ કાર સહીતના વાહનોમાં ફલોટસ જોડાયા

રાજકોટ : સૃષ્‍ટિના સર્જનહાર શ્રી વિશ્વકર્મા પ્રભુની આજે જન્‍મ જયંતિ છે. ત્‍યારે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા દાદાના પાંચેય પુત્રોના ફલોટસ સાથે વિશાળ શોભાયાત્રાનું રાજકોટમાં આયોજન કરાયુ હતુ. સવારે શાષાી મેદાન ખાતેથી શરૂ થયેલ આ શોભાયાત્રાને ધારાસભ્‍ય શ્રી રમેશભાઇ ટીલાળાના હસ્‍તે પ્રસ્‍થાન કરાવાયુ ત્‍યારે દાદાના જયજયકારથી મેદાન ગજાવી દેવાયુ હતુ. દાદાના મુખ્‍ય રથ ઉપરાંત વીન્‍ટેજ કાર અને અન્‍ય વાહનોમાં ફલોટસ સજાવટ કરવામાં આવી હતી. બાઇક સવારોએ સમગ્ર યાત્રાનું પાયલોટીંગ કર્યુ હતુ. બહેનો પણ ચાલીને બહોળી સંખ્‍યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા. ગોંડલરોડ, બોમ્‍બે હોટલ, ગુંદાવાડી સહીત નિયત રૂટ ઉપર ફરીને આ શોભાયાત્રા શહેરના દીવાનપરા ખડપીઠ ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા દાદાના પૌરાણીક મંદિર ખાતે સમાપન થશે. મંદિરે બપોરે રાજભોગ આરતી થશે. ત્‍યાં રકતદાન કેમ્‍પ સહીતના આયોજનો પણ કરવામાં આવ્‍યા છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ રસીકભાઇ બદ્રકીયાના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિના સભ્‍યો કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્‍વીરમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો મુખ્‍ય રથ અને અન્‍ય ફલોટ તેમજ બાઇક સવારો તથા પદયાત્રી બહેનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:27 PM IST)