<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

પશુ પક્ષીઓના અન્નક્ષેત્ર કલરવ માટે મુંબઇના મુનિમ પરિવાર દ્વારા જીવદયા રથ લોકાર્પણ

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ સંચાલિત

રાજકોટ : સાપર્ણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરાની જીવદયા પ્રવૃતિ અંતર્ગત છેલ્લા ૧૨ વર્ષથી પશુ પક્ષીઓનું અન્નક્ષેત્ર કલરવ ચાલી રહેલ છે. જેમાં નિયમિત સવારના શહેરના ન્‍યારી ડેમ વિસ્‍તારમાં સંસ્‍થાના જીવદયા રથ કાર્યકર્તાઓ જઇને પક્ષીઓને ચણ, કીડીને કીડિયારું, માછલીને લોટની ગોળી, કાબર સહિતના પક્ષીઓને ગાઠિયા, શ્વાનને દૂધ રોટલી પીરસે છે. જીવદયા પ્રવૃતિ માટે સંસ્‍થાને નવા વાહનની જરૂરત હોય આ માટે મુંબઇ નિવાસછ સંસ્‍થાના દાતા અંબરીષભાઇ મુનિમને વાત કરતા તેઓએ સહર્ષ સ્‍વીકાર કરીને  પોતાના માતા પિતા માણેકલાલ લલ્લુભાઇ  અને ધિુતબેન માણેકલાલ મુનિમ બંને પુણ્‍યાત્‍માઓની સ્‍મૃતિમાં રૂપિયા છ લાખથી વધુ રકમનું શ્રીદાન આપીને નવું વાહન જીવદયા રથ લઇ આપેદ છે. મુનિમ પરિવાર તરફથી મળેલ જીવદયા રથનું લોકાર્પણ સંસ્‍થાના સલાહકાર સમિતિના વડીલો બિલ્‍ડર ધીરુભાઇ  રોકડ અને ઉદ્યોગપતિ વસંતભાઇ ગદેશાના હસ્‍તે કરવામાં આવેલ. સંસ્‍થાના સુનિમ વોરાએ સોૈનું સ્‍વાગત કરેલ, સંસ્‍થાના મુકેશભાઇ દોશીએ ૧૨ વર્ષથી અવિરત ચાલી રહેલ જીવદયા પ્રવૃતિની માહિતી આપેલ, નલિન તન્નાએ આભારવિધિ કરી હતી. સંચાલન અનુપમ દોશીએ કરેલ. હરિશભાઇ હરિયાણી, ભરતભાઇ ભીંડે, જશવંતભાઇ ધ્રુવ, રાજેન્‍દ્રભાઇ શાસ્ત્રી, વિ. જીવદયાપ્રેમીઓ ઉપસ્‍થિત રહેલ.

(2:33 PM IST)