<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

આર.ટી.ઓ.ની રેડીયમપટી ફીટ કરવાના મામલે યુવાનની હત્‍યાના કેસમાં આરોપીના જામીન મંજૂર

 

રાજકોટ, તા.૩૧: રાજકોટની આરટીઓ કચેરીમાં રેડીયમ પટ્ટી ફીટ કરવાના મુદ્દે થયેલી યુવાનની હત્‍યાના ગુનામાં જામીન પર છૂટેલા રાહુલ ગોહિલને  વાંકાનેર નજીક આંતરી કરપીણ હત્‍યા નીપજાવાના ગુનામાં જેલ હવાલે રહેલા સોહિલ નૂર મોહમ્‍મદ કાબરા ને હાઇકોર્ટ જામીન ઉપર મુક્‍ત કરતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ  રાજકોટમાં જ રહેતો અને ૧૫ નવેમ્‍બર ૨૦૧૯માં  સાહીલ હનીફભાઇ પાયકનામના યુવાનની ટ્રકમાં રેડીયમ પટ્ટી ફીટ કરવાના મુદ્દે   મુકેશ ઉર્ફે કાનો ઉર્ફે કુલદીપ ખોડાભાઇ સોલંકી, અમરીશ ઉર્ફે કનુ નારણભાઇ ગોહેલ, ધર્મેશ પ્રભાતભાઇ ધ્રાંગા, રાહુલ રાજુભાઇ ગોહેલ, નીતિન માવજીભાઇ ડાભી અને મનસુખ કેશવ ઢોલરીયા હત્‍યાના ગુનામાં બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી તપાસના અંતે જેલહવાલે કર્યા હતા.હત્‍યામાં સંડોવાયેલો અને જામીન પર છૂટેલો રાહુલ રાજુભાઇ ગોહેલ નામનો યુવાન તેના મિત્ર નીતિન માવજીભાઇ ડાભી સાથે વાંકાનેર નજીક મહિકા ગામ પાસે    મચ્‍છુ નદીના  રેતી ભરી આવી રહ્યા હતો ત્‍યારે   ચાર શખ્‍સો  ધસી જઈ રાહુલ પર હુમલો કર્યો હતો. ગંભીર ઇજા થવાના કારણે રાહુલનું ઘટનાસ્‍થળે જ મોત થયું હતું. 

ગુજરનાર રાહુલભાઈના ભાઈ અંકુરભાઈની ફરીયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસ સ્‍ટેશન એઝાઝ ઉર્ફે એજુ હનીફ પાયક અને સોહીલ નૂર મોહમ્‍મદ કાબરા સહિત છ શખ્‍સ સામે હત્‍યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા  મોરબી જેલ હવાલે કર્યો હતા. જેલમાં રહેલ આરોપીઓ પૈકી સોહીલ નૂરમોહમ્‍મદ કાબરાએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.જામીન અરજી  ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ આરોપીપક્ષ દ્વારા કરવામાં આવેલી વિસ્‍તળત દલીલો, કેસના સંજોગો અને પ્રસ્‍થાપિત થયેલા  ચુકાદાઓ ધ્‍યાને લઈ  હાઈકોર્ટે  સોહીલ નૂર મોહમ્‍મદ કાબરાને જામીનમુક્‍ત કરતો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી  વતી  હાઇકોર્ટમા વકીલ તરીકે મહમદઝૈદ સૈયદ, અરબાઝખાન પઠાણ અને રાજકોટમા વકિલ રૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા, પ્રેમરાજસિંહ પરમાર અને મોરબીના વકિલ હિરલબેન નાયક રોકાયેલ હતા.

(2:49 PM IST)