<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાલય દ્વારા વાર્ષિકોત્‍સવ

સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાલય, સંતકબીર રોડ, બેડીપરા દ્વારા વાર્ષિક ઉત્‍સવનું આયોજન કરાયુ હતુ. કાર્યક્રમમાં સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી અને મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ સંચાલિત વિવિધ રર જેટલી શૈક્ષણિક સંસ્‍થાઓના આચાર્યશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી ડો. શૈલેષ સોજીત્રા દ્વારા તમામ મહેમાનોનું શબ્‍દોથી સ્‍વાગત કરી આવકાર અપાયો હતો. બાદમાં વર્ષ દરમિયાન થયેલ પ્રવૃત્તિનો ચિતાર રજુ કરેલ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૭ જેટલી સાંસ્‍કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવેલ. જેની કોરીયોગ્રાફી શાળાના શિક્ષકોએ કરી હતી. વર્ષ દરમિયાન વિવિધ સ્‍પર્ધાઓ અને ધો.૧૦-૧૨માં ક્રમાંક પ્રાપ્‍ત કરનાર વિદ્યાર્થીઓનું આ તકે શિલ્‍ડ અને મોમેન્‍ટો આપી સન્‍માન કરાયુ હતુ. તેમજ શાળાના ગુરૂજનોનું પણ સન્‍માન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ અયાજ રાઉમાં અને ધવલ ઓળકીયાએ કર્યુ હતુ

(3:28 PM IST)