News of Saturday, 31st January 2026
આર.એન. મ્યુઝીકલ ગૃપ દ્વારા કાલે સરસ્વતી વંદના કરાઓકે ટ્રેક મેગા શો
૮૦ ગાયકો સાથે સંતવાણી બાળ કલાકાર ધૈર્યમ ચૌહાણ જમાવટ કરશે : સંગીતપ્રેમીઓને આમંત્રણ

રાજકોટ : આર.એન. મ્યુઝીકલ ગૃપ દ્વારા સરસ્વતી વંદના ટ્રેક મેગા શો આવતીકાલે તા. ૧ ના રવિવારે સાંજે પ વાગ્યાથી સનશાઇન બેન્કવેટ હોલ (ચોથો માળ, પ્રવેશ લીફટ નં. ૩ થી બસ સ્ટેન્ડ ઉપર, કનક રોડ) ખાતે યોજાએલ છે. કાર્યક્રમમાં ૮૦ ગાયક કલાકારો કુલ ૪૭ થી ૪૮ ગીતો રજુ કરશે.
જેમાં રાજકોટના સીંગરો ઘનશ્યામ રાવલ, હિતેષ ભટ્ટ, દિપક ત્રિવેદી, યોગ પંડયા, નલિન આહ્યા, પ્રબોધ બક્ષી, અતુલ કાલરીયા, હિરેન રાવલ, સંજય પારેખ, નરેન્દ્ર ખખ્ખર, કમલેશ ભારદિયા, માનવેન્દ્રસિંહ ઝાલા, સંજીવ વોરા, પ્રકાશ નથવાણી, મયુર કારીયા, મહેશ મહેતા, રમેશ ગજજર, બીપીન જોશી, વિજય રાણીંગા, રાજુ જગડા, ચંદ્રેશ ફીચડીયા, મનસુખ વાવેચા, બિપીન માંડલીયા, મહેશ આડેસરા, અનિલ માવડીયા, પ્રફુલ સોનેજી, અનિલ વાઘેલા, દિનેશ ધમાલ, ઉદય વિસાણી, અનિલ ત્રિવેદી, વિનોદ ઠકરાર, ચંદ્રેશ સિદ્ધપુરા, વિરેન્દ્ર ગરાચ, રોકસ્ટાર અજય રાઠોડ, હિતેશ મહેતા, જવાહર રાયચંદાણી, હિતેશ ચાણીંગા, હિરેન પંચાસરા, લક્ષ્મણ પરમાર, મયુર કોટક, જગદીશ કારીયા, શૈલેષ કારીયા, યોગેશ ગાંધી, રવિ સર સારીખડા, એ.જે. ત્રિવેદી, જયેશ રાણપરા, પ્રકાશ ચૌહાણ, જયેશ પોપટ, અશોક પારેખ, અમીત શાહ, હેમા સોનેજી, નિતાસને રાઠોડ, પલ્લવી ગોહેલ, કાશ્મીરા રાઠોડ, સ્મૃતિ જોશી, નયના વ્યાસ, મનિષા આચાર્ય, અર્ચના ઠક્કર, સોનલ બોસમીયા, કામિની રાણપરા, વર્ષા ઠાકર, મનિષા પરમાર, અલ્કા કેશરીયા, ગાર્ગી રાવલ, નયના રાઠોડ, વર્ષા બાલચંદાણી, શાહીસ્તા લાકડાવાલા, કામીની શેઠ, ભારતી રાવલ, તન્વી સોની, તેજલ ભટ્ટીા, વૈશાલી ઠક્કર, ચાંદની રાણીંગા, સોનલ વ્યાસ, બિન્દુ દોમડીયા, પ્રિયાંશી વાઘેલા, જીયા ફીચડીયા, પ્રિયાંશી ભટ્ટી તેમજ સંતવાણી બાળ કલાકાર માસ્ટર ધૈર્યમ વિષ્ણુભાઇ ચૌહાણ જમાવટ કરશે.
દિપ પ્રાગટય ડૉ. જગતભાઇ તેરૈયા (પ્રાધ્યાપક ધર્મેન્દ્ર કોલેજ તથા કથાકાર) લેપટોપ ઓપરેટર : ભદ્રેશ પરમાર - સાઉન્ડ : એ.આર. સાઉન્ડ - આશિષ રાઠોડનું છે.
ઉદયભાઇ કાનગડ (ધારાસભ્ય), શ્રીમતી દર્શિતાબેન શાહ (ધારાસભ્ય), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયર), ઘનશ્યામભાઇ સતાણી (વર્ણીરાજ ગૃપ ફાઉન્ડર) ઉપસ્થિત રહેશે. નિઃશુલ્ક કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓને આમંત્રણ અપાયું છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:30 PM IST)










