તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
ખાદ્યતેલોના ભાવો ઘટયાઃ સીંગતેલમાં ૧૫ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા. તુટયા

રાજકોટ તા.૩૧: ખાદ્યતેલોમાં સતત તેજી બાદ આજે ભાવો ઘટયા હતા. સીંગતેલમાં ૧૫ અને કપાસીયા તેલમાં ૧૦ રૂા. તૂટયા હતા.
સ્થાનીક બજારમાં ઉંચા મથાળે લેવાલી ઘટતા સીંગતેલમાં ૧૫ રૂા. ઘટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૭૬૫ રૂા. હતા. તે ઘટીને ૧૭૫૦ અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૮૭૫ થી ૨૯૨૫ રૂા. હતા તે ઘટીને ૨૮૬૦થી ૨૯૧૦ રૂા. થયા હતા. સીંગતેલ સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા. ઘટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૩૪૦ રૂા. હતા તે ઘટીને ૧૩૩૦ અને કપાસીયા ટીનના ભાવ ૨૩૨૦ થી ૨૩૫૦ રૂા. હતા તે ઘટીને ૨૩૨૦ થી ૨૩૪૦ રૂા. થયા હતા.
૧૦ દિ'માં સીંગતેલમાં ડબ્બે ૨૫૦ રૂા. અને કપાસીયા તેલમાં ૧૨૦ રૂા. વધ્યા બાદ આજે ભાવઘટાડો થયો હતો.
(3:31 PM IST)










