<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

વ્‍હેલ માછલીની ૯૭ લાખની ઉલ્‍ટી સાથે બે ઝડપાયા

માંગરોળના વૃધ્‍ધ કાળુ કયાડાએ ગોંડલ રોડ પર અંકુરનગરના પ્રફુલ ટોળીયાને એમ્‍બરગ્રીસ આપતાં જ બંનેને પકડી લેવાયા દવાઓ, કોસ્‍મેટીક્‍સ આઇટમ, અત્તર-સ્‍પ્રે બનાવવામાં સોૈથી મોટા પ્રમાણમાં થાય છે ઉપયોગ

રાજકોટ તા. ૩૧: તરતા સોના તરીકે ઓળખાતી વ્‍હેલ માછલીની ઉલ્‍ટી-એમ્‍બરગ્રીસ સાથે રાજકોટમાં વધુ બે શખ્‍સ પકડાયા છે. અગાઉ શહેર એસઓજીએ આવા બે કેસ કરી એક એક કરોડથી વધુના એમ્‍બરગ્રીસ સાથે શખ્‍સોને પકડી વન વિભાગને સોંપ્‍યા હતાં. દરમિયાન માલવીયાનગર પોલીસની ટીમે બાતમીને આધારે ગોંડલ રોડ ખોડિયાર હોટેલ પાસેથી બે શખ્‍સને રૂા. ૯૭ લાખની કિંમતની ૯૭૦ ગ્રામ વ્‍હેલ માછલીની ઉલ્‍ટી સાથે ઝડપી લીધા છે. જેમાં મેંદરડાના માનપુરના વૃધ્‍ધ  આ ઉલ્‍ટી આપવા આવ્‍યા હતાં અને રાજકોટ અંકુરનગરના શખ્‍સે આ ઉલ્‍ટી મંગાવી હતી. પ્રાથમિક તપાસમાં માનપુરના વૃધ્‍ધે આ ઉલ્‍ટી પોતાને મેંદરડાના શખ્‍સે આપી હોવાનું રટણ કરતાં આગળની તપાસ માટે બંનેને વન વિભાગને સુપરત કરાયા છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટ આજુબાજુ દરીયાઇ વિસ્‍તાર આવેલો હોઇ વન્‍ય પ્રાણી સંરક્ષણ અધિનીયમોનો ભંગ કરનારા શખ્‍સો વિરૂધ્‍ધ વોચ રાખી કાર્યવાહી કરવા સુચના મળી હોઇ તેમજ વન્‍ય જીવોના અને દરીયાઇ જીવોના અવશેષોના વેંચાણ સંગ્રહ અને હેરાફેરી અટકાવવા પણ સુચના હોઇ માલવીયાનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં  હતી ત્‍યારે એએસઆઇ કેતનભાઇ શેખલીયા, હેડકોન્‍સ. કૃષ્‍ણાલસિંહ ઝાલા અને કોન્‍સ. જયદિપસિંહ ભટ્ટીને બાતમી મળી હતી કે ગોંડલ રોડ ખોડિયાર હોટલ પાસે બે શખ્‍સો બહુમુલ્‍ય એવી માછીનલી ઉલ્‍ટી-એમ્‍બરગ્રીસની લેતીદેતી કરવાના છે.

આ બાતમી પરથી વોચ રાખવામાં આવતાં એક વૃધ્‍ધ એને એક યુવાન શંકાસ્‍પદ વર્તુણક કરતાં જોવા મળતાં પોલીસ તેની પાસે પહોંચી ગઇ હતી અને ઓળખ આપી તપાસ કરી હતી. આ દરમિયાન આ લોકો પાસેથી શંકાસ્‍પદ પદાર્થ મળી આવ્‍યો હતો. જેનું એફએસએલ અધિકારી એસ. જે. જોષી દ્વારા પરિક્ષણ કરાવતાં આ પદાર્થ એમ્‍બરગ્રીસ હોવાનું ખુલતાં બંનેને સકંજામાં લઇ પદાર્થ કબ્‍જે કરાયો હતો. વજન કરતાં તે ૯૭૦ ગ્રામ થયો હતો. બજાર કિંમત મુજબ આ વ્‍હેલ માછલીની ઉલ્‍ટીની કિંમત રૂા. ૯૭ લાખ ગણી કબ્‍જે કરી વન વિભાગને જાણ કરાઇ હતી. આ બંને શખ્‍સના દસ દસ હજારના મોબાઇલ ફોન પણ જપ્‍ત કરાયા હતા.

ઝડપાયેલા બંનેના નામ કાળુભાઇ નાગજીભાઇ કયાડા (ઉ.વ.૬૦-રહે. માનપુર ગામ તા. મેંદરડા જી. જુનાગઢ) તથા પ્રફુલ શૈલેષભાઇ ટોળીયા (ઉ.વ.૩૩-રહે. બજરંગ નિવાસ, અંકુરનગર-૮, જગદીશ ફલોર મીલ સામે અંકુર મેઇન રોડ) છે. પ્રાથમિક તપાસમાં કાળુભાઇ નામના વૃધ્‍ધ આ વ્‍હેલ માછલીની ઉલ્‍ટી આપવા આવ્‍યા હતાં અને રાજકોટના પ્રફુલે તે મંગાવી હતી. કાળુભાઇની પ્રાથમિક તપાસમાં તેને મેંદરડાના અન્‍ય કાળુ નામના શખ્‍સે આ ઉલ્‍ટી આપી હોવાનું ખુલ્‍યું હતું. જો કે સાચી હકિકતો ઓકાવવા આગળની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવશે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જીજ્ઞેશ આર. દેસાઇ, પીએસઆઇ કે. ડી. મારૂ, એએસઆઇ હીરેનભાઇ પરમાર, કેતનભાઇ શેખલીયા, હેડકોન્‍સ. અજયભાઇ વીકમા, કૃણાલસિંહ ઝાલા, કોન્‍સ. મનિષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

ઉલ્લેખનીય છે કે વ્‍હેલ માછલીની ઉલ્‍ટીની બજાર કિંમત ૧ કિલોના ૧થી ૧ાા કરોડ રૂપિયા હોય છે. માછલીની આ ઉલ્‍ટીનો ઉપયોગ દવાઓ, કોસ્‍મેટીક્‍સ આઇટમ, અત્તર-સ્‍પ્રે બનાવવામાં મોટા પ્રમાણમાં થાય છે. વ્‍હેલ માછલીની ઉલ્‍ટીને તરતુ સોનુ પણ કહેવામાં આવે છે. આંતરરાષ્‍ટ્રીય બજારમાં કિંમત ખુબ ઉંચી હોઇ જેથી તેના સ્‍મગલિંગનું પ્રમાણ પણ વધેલુ છે.

(3:44 PM IST)