<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

રાજકોટના સરધારમાં રનેશભાઈ મકવાણાના બંધ મકાનમાંથી રૂા. ૧.૨૮ લાખની મત્તાની ચોરી

આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં તપાસ શરૂ

રાજકોટ: ચોરીની વધુ એક ઘટના બની છે. રાજકોટના સરધાર ગામમાં સૂકી સાજડીયાળી રોડ પર આવેલા રમેશભાઈ મકવાણાના બંધ મકાનમાંથી રૂા. ૧.૨૮ લાખની મત્તાની ચોરી થયાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મયજબ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં રમેશભાઈનું આ મકાન બંધ છે. બાજુમાં આવેલ પ્રોવિઝન સ્ટોરના માલિકે મકાનમાં ચોરી થયાની જાણ કરતાં જઈને જોયું તો મુખ્ય ગેઈટનું તાળુ તૂટેલું હતું. મુખ્ય લાકડાનો દરવાજો પણ ખુલ્લો હતો. અંદરના બંને રૂમમાંથી જમણી તરફના રૂમમાં જોતાં પતરાના ડબ્બામાં રાખેલા રૂા. ૧ લાખ ગાયબ હતાં.

બીજા રૂમનો કબાટ જોતાં તેમાં રાખેલી ચાંદીની બે લક્કી અને કાનનો દાણો પણ ગાયબ હતાં. તસ્કરો આજે રાત્રે ૧૨ વાગ્યાથી વહેલી સવારે પાંચ વાગ્યા દરમિયાન ચોરી કરી ગયાનું તારણ નીકળ્યું હતું. આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(9:51 AM IST)