<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

સિનિયર ડો.વી. એસ. ચંદારાણાના પત્‍ની કુસુમબેનની આજે પ્રાર્થનાસભા

મૃત્યુના દરવાજેથી ચમત્‍કારી રીતે પરત ફરેલ, અંતે અંતિમ શ્વાસ

  રાજકોટમાં છેલ્લા ૪૮ વર્ષથી મોટી ટાંકી વિસ્‍તારમાં પ્રેક્‍ટિસ કરતા , રાજકોટ સિવિલ હોસ્‍પિટલ અને મેડિકલ કોલેજ ના ભૂતપૂર્વ ઓનરરી સિનિયર ફિઝિશિયન તથા રાજકોટ લોહાણા મહાજન ના ભૂતપૂર્વ કારોબારી ઉપ પ્રમુખ ડો વી એસ ચંદારાણા ના ધર્મપત્‍ની કુસુમબેન (ઉં. વ. ૭૨)નું શનિવારે તારીખ ૩૧/૦૧/૨૦૨૬ ના મોટર ન્‍યૂરોન ડિઝીઝ નામની જવલ્લે જોવા મળતી લાંબા સમયની બીમારીથી દુઃખદ અવસાન થયેલ છે.

અમરેલી સિવિલ હોસ્‍પિટલ ના ભૂતપૂર્વ ક્‍લાસ ૧ ડેન્‍ટલ સર્જન અને કે જે મેહતા ડેન્‍ટલ કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર ઈન ઓરલ એન્‍ડ મેક્‍સઝિલો ડેન્‍ટલ સર્જરી ના માતળશ્રી અને શ્રીનાથજી બાવા માં ખુબજ શ્રદ્ધા રાખતા અને વર્ષમાં બે થી ત્રણ વાર નાથદ્વારાની મુલાકાત લેતા  કુસુમબેન ૪ વર્ષ સુધી મોટર ન્‍યૂરોન ડિઝીઝ નામની અસાધ્‍ય બીમારી સામે ઝઝૂમી ને અંતે ૩૧ મી જાન્‍યુઆરી ને શનિવારે વહેલી સવારે ચાર વાગીને ૩૦ મિનિટે અંતિમ શ્વાસ લીધા.આ પહેલા બે વાર તેઓ ૫ થી ૧૦ મિનિટ માટે કોલેપ્‍સ થઈ ગયા બાદ ડો ચંદારાણા અને તેમના પુત્ર દ્વારા સી પી આર,ઇન્‍ટ્રા કાર્ડિયાક એડ્રીનાલિન નું ઇન્‍જેક્‍શન અને અન્‍ય ઘનિષ્ટ સારવાર તેમના ઘરે જ આપ્‍યા બાદ મોત ને હાથ તાળી આપ્‍યા બાદ પાછા ફર્યા ,ત્‍યારે ડોક્‍ટર મિત્રો એ આને ચમત્‍કાર ગણાવ્‍યો. હાર્ટમાં ઇન્‍જેક્‍શન આપ્‍યા બાદ અને જે દર્દીના ધબકારા અને શ્વાસ બંધ થયા બાદ કોઈ જીવતા પાછા ફર્યા એવા દાખલા જવલ્લે જોવા મળે છે.

આ રોગમાં મગજ અને કરોડરજ્જુ ના ચેતા તંતુ અને તાાયુની વચ્‍ચે રહેલ મોટર ન્‍યૂરોન નકામા થતાં તાાયુઓ હલન ચલનની ક્ષમતા ગુમાવે છે .ધીમે ધીમે પગમાં માં કે હાથથી ચાલું થયેલ પેરાલિસિસ આગળ વધતા સંપૂર્ણ અંગો પાવર ગુમાવે છે. આવા પ્રકારની નબળાઈ છાતી ના તાાયુ અને ડાયાફાર્મ માં આગળ વધતા દર્દી શ્વાસ લઈ શકતો નથી અને પછી એને બાય પેપ નામના વેન્‍ટિલેટર ઉપર રાખવો પડે છે. જીભ , મોઢાના અને અન્નનળીના તાાયુની નબળાઈ વાચા છીનવી લે છે, દર્દી ખોરાક લઈ શકતો નથી કે ઓતરાય જાય છે ને થૂંક ગળે ઉતારી શકતો ના હોવાથી લાળ પડવાનું ચાલુ થાય છે. પછી ખોરાક માટે નાકમાંથી કે પેટમાં ફીડિંગ ટયુબ નાખવી પડે છે.કેટલાક દર્દીઓને આવી ફીડિંગ ટયુબ અને ગળામાં ટ્રેકયોસ્‍ટોમી કરી શ્વાસ ચાલુ રાખી વર્ષો સુધી જીવાડી શકાય છે.

ઘણીવાર રોગની શરૂઆતની સ્‍થિતિમાં નિદાન કરવામાં ડોક્‍ટરો ભૂલ કરી લેતા હોય છે ને ફુટ ડ્રોપ કે એવું શરૂ થાય ત્‍યારે સર્જરી કરી નાખતા હોય છે.નિદાન માટે નર્વ કન્‍ડકશન વેલિસિટી (એનસીવી )કે (ઈએમજી) ઇલેક્‍ટ્રો માયોગ્રાફી કરવા માં આવે છે.

૧ લાખની વસ્‍તીમાં ફ્‌કત ૪ થી ૫ વ્‍યક્‍તિને થતી મોટર ન્‍યૂરોન ડિઝીઝ નામની બીમારી ની હજુ સુધી કોઈ કારગત સારવાર શોધાઈ નથી.નિદાન થયા બાદ ૩ થી ૫ વર્ષમાં દર્દીનું મળત્‍યુ થાય છે. વપરાતી દવા માં સન ફાર્મા દ્વારા આખા ભારતમાં મફત આપવામાં આવતી અને યુ એસ એફડી દ્વારા પ્રમાણિત રિલુઝોલ નામની દવા થી થોડા મહિનાની જિંદગી લંબાવી શકાય છે . આ દવાની આડઅસર ના કારણે મોટાભાગના દર્દીઓ થોડા સમયમાં એને બંધ કરી દે છે.

કુસુમબેન ની અંતિમ યાત્રા માં ધ વન વર્લ્‍ડ રેસિડન્‍સી સોસાયટીના પ્રમુખ , કારોબારી સભ્‍યો , ખ્‍યાતનામ ડોક્‍ટર તથા બહોળી સંખ્‍યામાં સમાજના આગેવાનો અને સગા વ્‍હાલા જોડાયેલ.

કુસુમબેન ના આત્‍માની શાંતિ અર્થે સોમવારે તારીખ ૨ ફેબ્રુઆરી ના સાંજે ૪ થી ૬ નૂતન નગર કોમ્‍યુનિટી હોલ કાલાવડ રોડ રાજકોટ ખાતે પ્રાર્થના સભા રાખેલ છે.

હાલમાં ડો. વી એસ ચંદારાણા અને ડો. ધર્મેન્‍દ્ર ચંદારાણા મોટી  ટાંકી પાસે કુસુમ હોસ્‍પિટલ માં પ્રેક્‍ટિસ કરે છે.ડો. વી એસ ચંદારાણા ૯૦૧૬૭ ૮૯૬૧૭,ડો. ધર્મેન્‍દ્ર ચંદારાણા.   ૯૯૭૪૮ ૦૦૦૦૯

(10:44 AM IST)