તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
‘‘અમૃત ભારત યોજના'' હેઠળ પડધરી સ્ટેશનનો વ્યાપક પુનઃવિકાસઃ રૂા.૭.૫૯ કરોડના ખર્ચે કાયાકલ્પ
મુસાફરો માટે આધુનિક, સુરક્ષિત અને સુવિધાજનક સ્ટેશનની દિશામાં મોટું કદમ

રાજકોટઃ પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુખદ અને સુરક્ષિત મુસાફરીની દિશામાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરવામાં આવી છે. ‘‘અમળત ભારત સ્ટેશન યોજના'' (ABSS) અંતર્ગત રૂા.૭.૫૯ કરોડના ખર્ચે પડધરી સ્ટેશનનું વ્યાપક પુનઃવિકાસ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે આ સ્ટેશન માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ તેની નવી ભવ્ય સ્થાપત્ય કલા સાથે સૌરાષ્ટ્રની રેલ કનેક્ટિવિટીને નવી ઊંચાઈ પ્રદાન કરી રહ્યું છે.
મુસાફરીનો અનુભવ બદલી નાખનારા મુખ્ય ફેરફારો
સ્ટેશનને સંપૂર્ણપણે ઁદિવ્યાંગજન અને વડીલો માટે અનુકૂળઁ બનાવવામાં આવ્યું છે. વિસ્તળત સકર્યુલેટિંગ એરિયાના વિકાસથી સ્ટેશન પરિસરમાં વાહનોની અવરજવર સરળ અને વ્યવસ્થિત બનશે. સ્ટેશનને નીચે મુજબની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છેઃ
ભવ્ય સ્ટેશન બિલ્ડિંગઃ ૩૬૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલી આધુનિક સ્થાપત્ય શૈલીથી નિર્મિત નવી ઇમારત, જે મુસાફરોને ભવ્ય પ્રવેશદ્વાર પૂરો પાડે છે.
આધુનિક કોન્કોર્સઃ ૧૦૬૦ ચોરસ ફૂટનો ખુલ્લો અને વિશાળ વિસ્તાર, જ્યાં મુસાફરો ભીડ વગર સરળતાથી અવરજવર કરી શકે છે.
ડીલક્સ પ્રતીક્ષા ખંડઃ ૨૧૮ ચોરસ ફૂટનું આરામદાયક વિશ્રામ ગળહ, જેમાં ઉત્તમ વેન્ટિલેશન અને બેસવાની શ્રેષ્ઠ વ્યવસ્થા સુનિヘતિ કરવામાં આવી છે.
વિશાળ ફૂટ ઓવર બ્રિજઃ મુસાફરોની સુરક્ષિત અવરજવર માટે ૧૨ ફૂટ પહોળો નવો પુલ, જે પ્લેટફોર્મ ૧ અને ૨ ને જોડે છે.
વિશાળ કવર શેડઃ પ્લેટફોર્મ પર ૫૩૭૦ ચોરસ ફૂટનો નવો શેડ બનાવવામાં આવ્યો છે, જે મુસાફરોને તડકા અને વરસાદથી રક્ષણ આપશે.
સ્માર્ટ ર્પાકિંગઃ ૧૫૫૦ ચોરસ ફૂટનો સમર્પિત પાકિર્ંગ વિસ્તાર, જે વધુ વાહનોને વ્યવસ્થિત રીતે સમાવી શકશે.
દિવ્યાંગજન-અનુકૂળ સુવિધાઓ સર્વસમાવેશી મુસાફરી માટે ટેક્ટાઈલ ટાઈલ્સ, વિશેષ સાઈન બોર્ડ, હેન્ડરેલ્સ અને સમર્પિત ર્પાકિંગ સ્લોટની વ્યવસ્થા.
અદ્યતન શૌચાલય બ્લોકઃ ૧૧૪૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું અને આધુનિક સુવિધાઓથી સજ્જ નવું શૌચાલય સંકુલ.
હાઈ-માસ્ટ લાઈટિંગઃ સમગ્ર પરિસરને પ્રકાશિત કરવા માટે નવા ઇલેક્ટ્રિક પોલ અને હાઈ-માસ્ટ લાઈટ્સની સ્થાપના, જેનાથી રાત્રિના સમયે સુરક્ષા વધશે.
સરળ પ્રવેશ અને નિકાસઃ ભીડના નિયંત્રણ માટે ૦૮ ફૂટ પહોળા દ્વાર અને સ્ટેશન એપ્રોચ રોડનું વિસ્તળતીકરણ તેમજ સપાટી સુધારણા.
બહેતર મુસાફરી અનુભવનો સંકલ્પ
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ૅઅમળત ભારત સ્ટેશન યોજના હેઠળ પડધરી સ્ટેશનનો આ પુનઃવિકાસ મુસાફરો માટે સરળતા અને ગૌરવપૂર્ણ મુસાફરીના નવા માપદંડ સ્થાપિત કરશે. આધુનિક પ્રતીક્ષા ખંડોમાં બેસવાની ઉત્તમ વ્યવસ્થા, વેન્ટિલેશન અને શાંત વાતાવરણ મુસાફરોનો અનુભવ વધુ સુખદ બનાવશે. આધુનિક માહિતી પ્રણાલી, બહેતર પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છ પરિસર અને સુવ્યવસ્થિત પ્રવેશ-નિકાસ મુસાફરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે
(1:26 PM IST)










