<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

સર્વગ્રાહી સર્વસમાવેશક વિકાસલક્ષી બજેટ : ગોવિંદભાઇ

રાજકોટ : તા.૨ : કેન્‍દ્ર સરકારનું ૨૦૨૬-૨૭નું બજેટ સર્વગ્રાહી સર્વસમાવેશક વિકાસલક્ષી, ગ્રામ સ્‍વરાજ, આત્‍મ નિર્ભર ભારત બનાવવાની દિશામાં લઇ જનાર છે. તેમ એક નિવેદનમાં માજી મંત્રી શ્રી ગોવિંદ પટેલે જણાવ્‍યું છે.

શ્રી પટેલે જણાવ્‍યું છે કે  આ બજેટએ ગ્રીન એનર્જીમાં મહતમ ભાર આપી તે દિશામાં કામ કરવાનું તેમજ ખાણ ખનીજ ક્ષેત્રમાં રાજ્‍યોને મદદરૂપ થવાનું, રોજગાર ક્ષેત્રેને વધારનારૂં, મહિલા, યુવાનો, પછાતવર્ગના લોકોને આત્‍મનિર્ભર બનાવનારૂ, વેશ્‍વિક બજાર મેળવવા અનેક પ્રકારની છુટછાટો દ્વારા ભારતનો વિકાસ કરનારું બજેટ છે. જે વિશ્‍વની ઉભરતી ઇકોનોમીમાં અલ્‍ટ્રાભાગ ભજવશે તેમ યાદીના અંતમાં ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યું છે. 

(2:10 PM IST)