તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
છોટુનગરમાં અહિ શું કામ બેઠો છો? કહી સુનિલ બકાલી પર હુમલો
વિજય, હરેશ અને અજાણ્યાએ ઢીકાપાટુ, પાઇપથી માર માર્યો

રાજકોટ તા. ૨: રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટી શેરી નં. ૫માં રહેતાં અને બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં સુનિલ શંકરભાઇ બારૈયા (ઉ.વ.૨૦) નામના યુવાનને ઘર નજીક ચોકમાં હતો ત્યારે વિજય અને હરેશ નામના બે કુટુંબી ભાઇઓએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી.
સુનિલના પિતાના કહેવા મુજબ સુનિલ અને પોતે બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે. દિકરો સુનિલ ઘર નજીક ચોકમાં રેંકડીમાં બેઠો હતો ત્યારે નજીકમાં રહેતાં વિજય અને તેના કુટુંબી ભાઇ હરેશે આવી તું અહિ શું કામ બેઠો છો? અહિથી નીકળી જાય તેમ કહી ગાળો દેતાં સુનિલે ગાળો બોલવાની ના પાડતાં આ બંને તથા બીજા શખ્સોએ મળી ઢીકાપાટુ અને પાઇપથી માર માર્યો હતો.
(2:22 PM IST)










