<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રે વિકાસના દ્વાર ખોલતુ સમતોલ બજેટ : મુકેશ દોશી

 

રાજકોટ, તા. ર : શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ દોશીએ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે પ્રેરણા આપતા નાણામંત્રી નિર્મલા સીતારામનના નવમા સમતોલ બજેટને આવકારી બજેટમાં એમ.એસ.એમ.ઇ. પર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. જેનાથી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.

ઉપરાંત કેન્સરની સતર દવા પરથી આયાત ડયુટી હટાવવી, પંદર હજાર માધ્યમિક શાળાઓ અને પાંચસો જેટલી કોલેજમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ, આઠસો જિલ્લામાં દિકરીઓ માટે હોસ્ટેલ, મહિલાઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક સંભાળ કેન્દ્રો, આયુર્વેદના ત્રણ અખિલ ભારતીય સંસ્થાન શરૃ કરવા, સાત હાઇ સ્પીડ કોરિડોર, પ્રવાસન સેકટરને વેગ મળે તે માટે દશ હજાર ટુરિસ્ટ ગાઇડ તૈયાર કરવા સહિતના પગલાઓને આવકારી નાણામંત્રીને સમતોલ, સર્વગ્રાહી, વિકાસલક્ષી બજેટ માટે મુકેશભાઇ દોશીએ અભિનંદન પાઠવેલ છે.

(2:34 PM IST)