તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 2nd February 2026
પંચાવન વર્ષના વર્ષાબેન મેસવાણીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી
મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં બનાવઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨: મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે રહેતાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પતિના વિયોગમાં આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ સેટેલાઇટ ચોકમાં રહેતાં વર્ષાબેન નંદરામભાઇ મેસવાણી (ઉ.વ.૫૫) નામના મહિલાએ સવારે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ના તબિબે મૃત જાહેર કરતાં બી-ડિવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પતિ હયાત નથી. સંતાનમાં એક દિકરો છે. પતિના વિયોગમાં આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
ગુલાબનગરના શુભાંગીદેવીનું હૃદય રોગના હુમલાથી મોત
બીજા બનાવમાં કોઠારીયા ગુલાબનગર રોલેકસ રોડ પર શેરી નં. ૨માં રહેતાં શુભાંગીદેવી પારસનાથ મોૈર્ય (ઉ.વ.૫૭) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું ખુલ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:38 PM IST)










