તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
લાખાજીરાજ ઉદ્યોગનગરના રાજેશભાઇનું નવાગામમાં બહેનના ઘરે હૃદય બેસી ગયું
બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ વૃધ્ધાશ્રમમાં બેભાન થઇ જતાં મધુબેન વાડોલીયાનું મૃત્યુ

રાજકોટ તા. ૨: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. થોરાળા મેઇન રોડ પર લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં રાજેશભાઇ શામજીભાઇ કુમરખાણીયા (ઉ.વ.૪૫) નામના આધેડ સાંજે સાતેક વાગ્યે નવાગામ દિવેલીયાપરામાં પોતાના બહેન મધુબેન રમેશભાઇ ડાભીના ઘરે હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
રાજશેભાઇ ચાર ભાઇ અને ચાર બહેનમાં નાના તથા અપરિણિત હતાં. તે કારખાનામાં બફનું કામ કરતાં હતાં. બહેનના ઘરે આટો મારવા ગયા ત્યારે હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.
જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડિયમ સામે આવેલા સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં મધુબેન બાબુભાઇ વાડોલીયા (ઉ.વ.૬૫) બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:04 PM IST)










