<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

કેન્‍દ્રનું બજેટ માત્ર આંકડાઓનો દસ્‍તાવેજ નથીઃ ૨૦૪૭ના વિકસીત ભારત માટેનો પાયો છે

કેન્‍દ્રીય બજેટને હર્ષભેર આવકારતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ તા.રઃ ભારત દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સતત ત્રીજી વખત નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા સતત નવમી વખત કેન્‍દ્ર સરકારનું નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું બજેટ રજુ કરવામાં આવ્‍યું.   

 કેન્‍દ્રીય બજેટને હર્ષભેર આવકારતા રાજકોટ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા જણાવે છે કે, આ બજેટ માત્ર આંકડાઓનો દસ્‍તાવેજ નથી, પરંતુ ૨૦૪૭ સુધીના ‘‘વિકસિત ભારત''ના લક્ષ્યને હાંસલ કરવા માટેનો મજબૂત પાયો છે. બજેટમાં શહેરી માળખાગત સુવિધાઓ (Urban Infrastructure) માટે જે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે, તેનાથી રાજકોટ જેવા ઝડપથી વિકસતા શહેરોને નવી ગતિ મળશે. સ્‍માર્ટ સિટી મિશન અને અમળત (AMRUT) યોજના હેઠળ ફાળવવામાં આવેલ ભંડોળથી રાજકોટમાં માળખાકીય સુવિધાઓ, પીવાના પાણી અને ડ્રેનેજની સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે. અંતમાં પદાધિકારીઓએ જણાવ્‍યુ હતુ કે, આ બજેટમાં વિવિધ ક્ષેત્રોમાં તેમજ યોજનાઓમાં કરવામાં આવેલ વિશેષ જોગવાઈને લીધે દેશનો આર્થિક, માળખાકીય, ટેકનોલોજીના ક્ષેત્રે ખરા અર્થમાં સમતોલ અને સર્વાંગી વિકાસ થશે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત''નું સ્‍વપ્‍ન ચોક્કસપણે સાકાર થશે.

 

(3:12 PM IST)