<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્‍પને શસક્‍ત કરતુ બજેટઃ રામભાઇ મોકરીયા

 રાજકોટઃ તા.ર, ભારત સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને રજુ કરેલ સને ૨૦૨૬-૨૭ ના વર્ષના કેન્‍દ્રિય બજેટ ને આવકારતા રાજ્‍યસભાના સાંસદ  રામભાઈ મોકારીયાએ જણાવે કે, તેઓએ સતત નવમું બજેટ રજુ કરી વિક્રમ સ્‍થાપિત કરેલ છે. અને નારી શક્‍તિનું પ્રતિબિંબ રજુ કરેલ છે. આ બજેટમાં અધ્‍યતન ટેકનોલોજી AI માટે જરૂરી માળખાની પુરતી જોગવાઈ કરવામાં આવેલ છે. બાયોફાર્માનું ઉત્‍પાદન વધારવાની જોગવાઈ કરવામમાં આવેલ છે. જેથી આયુષ્‍ય વધારનાર અને કેન્‍સર જેવા રોગોની દવા સસ્‍તી બનશે.જેથી લોકોનીરોગ પ્રતિકાર શક્‍તિમાં વધારો થશે. રેર અર્થ ઉત્‍પાદનમાં પગભર થવા માટે ‘રેર અર્થ કોરીડોર'ની રચના કરી,આધુનિક ડીજીટલ સાધનો જેવાકે, મોબાઈલન ફોન, ઇલેક્‍ટ્રિક ગાડીઓ,એલ.ઈ.ડી. લાઈટ, સેટેલાઈટ વિગેરે ઉદ્યોગોને વેગ મળશે અને નિકાસની વધુ તકોનું નિર્માણ થશે. જેથી રોજગારીની તકો વધશે.

ખેતી માટે AI આધારિત મશીનરી નો ઉપયોગને પ્રાધાન્‍ય આપી ગ્રામ્‍ય અર્થતંત્રને મજબુત કરવાનો પ્રયત્‍ન કરેલ છે.- MSME માટે પુરતી જોગવાઈ કરી મધ્‍યમ પ્રકારના ઉદ્યોગો વેગ મળે તેવા પ્રયત્‍નો કરવામાં આવેલ છે. જેના કારણે રોજગારી મા વધારો થશે. ધોળાવીરા જેવા પુરાતત્‍વ સ્‍થળોનો સાંસ્‍કળતિક વિકાસ તથા સ્‍વાસ્‍થ્‍ય, ટુરીઝમ, ડીઝીટલ ઇન્‍ફાસ્‍ટક્‍ચર અને ગ્રામ્‍ય વિકાસને પ્રાધાન્‍ય આપવામાં આવેલ છે.-વિદેશમાં અભ્‍યાસ, સ્‍માર્ટફોન, ઈલે.વાહનો, જીવન નિર્વાહ માટેની અતિ આવશ્‍યક દવાઓ,વિમાનના પાર્ટ્‍સ, પરમાણુ પ્રોજેક્‍ટ માટેના સાધનો વિગેરે સસ્‍તા થશે.આ બજેટથી ભારતને ત્રીજી આર્થિક મહાસત્તા બનવાના સંકલ્‍પને વેગ મળશે, તેમ અંતમાં રામભાઇ મોકરીયાએ જણાવ્‍યું છે.

(3:21 PM IST)