<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

લાયન સફારી પાર્કનું કામ કયાં પહોચ્‍યું? તુષાર સુમેરાની ઓચિંતી મુલાકાત

આરોગ્‍ય કેન્‍દ્રમાં વિવિધ યોજનાઓની કામગીરી, લક્ષ્યાંકની સ્‍થળ પર સમીક્ષા કરતા મ્‍યુનિ. કમિશનર પાર્કમાં કમ્‍પાઉન્‍ડ દિવાલ, ચેઇનલીંક દીવાલ, નાઇટ શેલ્‍ટર તથા રોડનું કામ પુર્ણઃ એન્‍ટ્રન્‍સ, પ્‍લાઝાનું કામ અંતિમ તબક્કામાં: સમય મર્યાદા અને ગુણવતા સાથે કામ પુર્ણ કરવા અધિકારીઓ, કોન્‍ટ્રાકટરને સુચના

રાજકોટ, તા. રઃ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા ઇસ્‍ટ ઝોનના વોર્ડ નં.૫માં આવેલ IMA અર્બન હેલ્‍થ સેન્‍ટર (UHC)ની મુલાકાત લેવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પર્યટન વિકાસ તથા પ્રાકળતિક પર્યાવરણના સંરક્ષણને ધ્‍યાને રાખીને અમલમાં મુકાયેલ લાયન સફારી પાર્ક પ્રોજેક્‍ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આજ રોજ મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા લાયન સફારી પાર્ક પ્રોજેક્‍ટ સાઇટની મુલાકાત લઈ ચાલુ તથા પૂર્ણ થયેલ કામગીરીની સ્‍થળ પર સમીક્ષા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન આરોગ્‍ય કેન્‍દ્રમાં ઉપલબ્‍ધ સુવિધાઓ, કામગીરીની વ્‍યવસ્‍થા તેમજ સરકારશ્રીની વિવિધ આરોગ્‍યલક્ષી યોજનાઓની અમલવારી અંગે વિસ્‍તળત સમીક્ષા કરવામાં આવી હતી. સરકારશ્રીની વિવિધ આરોગ્‍યલક્ષી યોજનાઓનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તે અંગે સઘન કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.

આરોગ્‍ય યોજનાઓ હેઠળ થયેલી કામગીરી

IMA UHC ખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કે ANC (Ante Natal Care), PNC (Post Natal Care), Fully Immunized Children, Complete Immunization તથા નમોશ્રી યોજના અંતર્ગત થતી કામગીરીની વર્ષ દરમિયાન આજની તારીખ સુધીની (ELA) પ્રગતિ અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી.

તે મુજબ, ANC યોજના હેઠળ ૧૦૧૨ના વાર્ષિક ટાર્ગેટ સામે ૯૭૩ લાભાર્થીઓને સેવા આપવામાં આવી છે, જે ૯૭% અચિવમેન્‍ટ દર્શાવે છે. PNC યોજના હેઠળ ૯૯૮ના ટાર્ગેટ સામે ૯૮૪ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્‍યા છે, જે ૯૯% અચિવમેન્‍ટ છે. Fully Immunized Children યોજનામાં ૯૯૮ના ટાર્ગેટ સામે ૯૬૨ બાળકોને સંપૂર્ણ રસીકરણ આપવામાં આવ્‍યું છે, જે ૯૭% અચિવમેન્‍ટ દર્શાવે છે.

Complete Immunization યોજના હેઠળ ૯૭૩ના ટાર્ગેટ સામે ૯૫૪ બાળકોને આવરી લેવામાં આવ્‍યા છે, જે ૯૯% અચિવમેન્‍ટ છે. નમો યોજના હેઠળ ૩૧૨ના ટાર્ગેટ સામે ૩૦૬ લાભાર્થી મહિલાઓને લાભઆપવામાં આવ્‍યો છે, જે ૯૮% અચિવમેન્‍ટ દર્શાવે છે. સાથે જ નાગરિકોને સરકારશ્રીની આરોગ્‍ય યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે જાગળતિ વધારવા સૂચના આપી હતી.

લાયન સફારી પાર્ક પ્રોજેક્‍ટ

મહાનગરપાલિકા દ્વારા શહેરના પર્યટન વિકાસ તથા પ્રાકળતિક પર્યાવરણના સંરક્ષણને ધ્‍યાને રાખીને અમલમાં મુકાયેલ લાયન સફારી પાર્ક પ્રોજેક્‍ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આજ રોજ મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા લાયન સફારી પાર્ક પ્રોજેક્‍ટ સાઇટની મુલાકાત લઈ ચાલુ તથા પૂર્ણ થયેલ કામગીરીની સ્‍થળ પર સમીક્ષા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરો પાસેથી પ્રોજેક્‍ટ અંતર્ગત હાથ ધરવામાં આવેલી વિવિધ બાંધકામ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી તથા કામની ગુણવત્તા, સુરક્ષા વ્‍યવસ્‍થા અને સમયમર્યાદા અંગે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

પ્રોજેક્‍ટની થયેલી કામગીરી

લાયન સફારી પાર્ક પ્રોજેક્‍ટ અંતર્ગત અત્‍યાર સુધી નીચે મુજબની મહત્‍વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. પ્રોજેક્‍ટ વિસ્‍તારની સુરક્ષા સુનિヘતિ કરવા માટે ૨.૭૫ મીટર ઊંચાઈની કમ્‍પાઉન્‍ડ દિવાલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્‍યું છે. સાથે જ પ્રાણીઓ તથા મુલાકાતીઓની સલામતીને ધ્‍યાનમાં રાખી ૫.૦ મીટર ઊંચાઈની ચેઇનલીંક ફેન્‍સિંગ દિવાલની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

પ્રાણીઓ માટે આવશ્‍યક સુવિધાઓ પૂરું પાડવા હેતુથી નાઇટ શેલ્‍ટરનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્‍યું છે. ઉપરાંત, સફારી પાર્કના આંતરિક વિસ્‍તારમાં સરળ અવરજવર માટે ઇન્‍ટરનલ રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરાઈ છે તેમજ પાર્ક વિસ્‍તારની બહાર ઇન્‍સ્‍પેકશન રોડનું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવ્‍યું છે.

સફારી પાર્કમાં પ્રવેશ અને બહાર નીકળવાની વ્‍યવસ્‍થા સુવ્‍યવસ્‍થિત બનાવવા માટે ‘ટુ-વે ગેટ'ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ પાર્કની અંદર જરૂરી માળખાકીય સુવિધાના ભાગરૂપે GSR (Ground Service Reservoir) બનાવવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

પ્રોજેક્‍ટના અંતિમ તબક્કા તરફ આગળ વધતાં હાલ સફારી પાર્કના એન્‍ટ્રન્‍સ પ્‍લાઝાના બાંધકામની કામગીરી ચાલુ છે, જે પૂર્ણ થયા બાદ મુલાકાતીઓ માટે વધુ સુવિધાજનક અને આકર્ષક પ્રવેશ વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ બનશે.

મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ લાયન સફારી પાર્ક પ્રોજેક્‍ટ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.

આ મુલાકાત દરમિયાન મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા સાથે નાયબ મ્‍યુનિસિપલ કમિશનર પી.પી. પટેલ, સીટી એન્‍જી. શ્રીવાસ્‍તવ, ઝૂ સુપ્રી. ડો. હિરપરા સહિતના સંબંધિત અધિકારીઓ તથા પ્રોજેક્‍ટ સ્‍ટાફ હાજર રહ્યો હતો

(3:27 PM IST)