News of Monday, 2nd February 2026
જિલ્લા પંચાયતનું બજેટ ર૦મીએ કારોબારીમાં : ૧૭ માર્ચથી વહીવટદાર રાજ
ચૂંટાયેલી અને વહીવટી પાંખ વચ્ચે ફળદાયી ચર્ચા : ફેબ્રુઆરીના ઉતરાધમાં સામાન્ય સભા

રાજકોટ, તા ૨: જિલ્લા પંચાયત દ્વારા વર્તમાન શાસકોના કાર્યકાળના અંતિમ નાણાકીય બજેટની તૈયારી ચાલી રહી છે. આજે પંચાયતના અધિકારીઓ અને કેટલાક પદાધિકારીઓ વચ્ચે ચર્ચા થયા બાદ આગામી બજેટ અંગે નિર્ણય થયો છે. જિલ્લા પંચાયતનું બજેટ તારીખ ૨૦ ફેબ્રુઆરીએ કારોબારી સમિતિમાં રજૂ થશે ત્યારબાદ અઠવાડિયામાં સંભવતા ૨૭મી ફેબ્રુઆરી કે તેની આસપાસના દિવસોમાં ખાસ સામાન્ય સભા બોલાવી તેમાં બજેટ રજૂ કરવામાં આવશે.
સામાન્ય રીતે દર ફેબ્રુઆરી કે માર્ચમાં બજેટ રજૂ થતું હોય છે .આ વખતે પંચાયતની ચૂંટણી આવી રહી છે સમયસર ચૂંટણી થાય તો ફેબ્રુઆરીમાં મતદાન થવા પાત્ર છે જો કે હવે ચૂંટણી સમયસર થાય તેવા કોઈ એંધાણ નથી ચૂંટણી પાછી ફેલાવવાનું અને ૧૬ માર્ચે જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાખની મુદત પૂરી થયા બાદ તે દિવસે સાંજે વહીવટદાર શાસન આવવાનું નિヘતિ બન્યું છે .
જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાખ અને વહીવટી પાખ દ્વારા બજેટની તૈયારી આગળ વધારવામાં આવી છે. ચૂંટણી કયારે થશે તે નિヘતિ ન હોવાથી પૂર્ણ બજેટ આપી દેવાનું નક્કી થયું છે. નવા નાણાકીય વર્ષમાં નવા શાસકો ઈચ્છે તો સામાન્ય સભામાં ઠરાવ કરી તેમાં ફેરફાર કરી શકે છે. હાલ કારોબારીની તારીખ ૨૦ ફેબ્રુઆરી નક્કી થઈ છે. ત્યાર પછી અઠવાડિયે બજેટ માટે જ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવશે. કાર્યકાળનું છેલ્લું બજેટ હોવાથી પંચાયતના શાસકો અમુક આકર્ષક યોજનાઓ ઉમેરવા માંગે છે. તેની પ્રાથમિક ચર્ચા ચાલી રહી છ. રાજકોટ જિલ્લા પંચાયતની મુદત ૧૬ માર્ચે પૂરી થાય છે મુદત પૂરી થયા બાદ તુરત ચૂંટાયેલી પાંખની જગ્યાએ વહીવટદારનું રાજ આવશે. બે-ત્રણ મહિના શાસન રહે તેવી શકયતા છે. શાસન કાળના છેલ્લા દિવસોની અસર જિલ્લા પંચાયતમાં દેખાઈ રહી છે
(3:28 PM IST)










