<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં વિકસિત ભારતની ઉડાનને મજબુત આધાર આપતું બજેટ : ભંડેરી

આત્‍મનિર્ભરના માધ્‍યમથી આર્થિક વિકાસને તેજી, સ્‍થિરતા અને જનહિતને પ્રાધાન્‍ય આપતું બજેટ બની રહેશે

રાજકોટ :  સ્‍વતંત્ર ભારતનું ૮૦મું કેન્‍દ્રીય બજેટ નાણામંત્રી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલ હતું. આ તકે રાજકોટ શહેર કેન્‍દ્રીય બજેટના વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે મીડીયા તથા સોશીયલ મીડીયા વિભાગ દ્વારા બજેટ જોવા માટે વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી. આ તકે  શ્રી ભંડેરીએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં બજેટ રજૂ કરવાની પરંપરામાં વ્‍યાપક પરિર્વતન આવ્‍યું છે. બજેટને માત્ર આવક-ખર્ચનો હિસાબ ન રાખતાં તેને વિકસિત ભારત એટ ૨૦૪૭ ના લક્ષ્યને સિદ્ધ કરવા માટેનું એક સશકત માધ્‍યમ બનાવવામાં આવ્‍યું છે. છેલ્લા ૧૨ વર્ષોમાં બજેટ એક સર્વાંગી નીતિગત દસ્‍તાવેજ તરીકે ઉભરી આવ્‍યું છે, જે દુરંદેશી અને પ્રેરક છે તથા જેના મુખ્‍ય હેતુમાં ગરીબી પર અંકુશ અને મુળભૂત માળખાનું સશકત નિર્માણ સામેલ છે. મુખ્‍યત્‍વે બજેટ વૈશ્વિક પડકારો વચ્‍ચે ભારત દેશનું અર્થતંત્ર મજબુત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. સરકારનો કર્તવ્‍ય પથ ત્રણ કર્તવ્‍ય આધારીત બજેટ ગત વર્ષની જેમ વિકસિત ભારત એટ-૨૦૪૭ ના વિઝનને સ્‍પષ્ટ કરે છે. ભારતને આર્થિક રીતે મજબુત કરવા માટે ઉદ્યોગો અને ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને સશકત નિર્માણ કરવા અને દેશનું આર્થિક દેવું અને ખાધ ઘટાડવાના પ્રયાસો રહેલા છે. સમયને જોતા સમગ્ર વિશ્વમાં દેશો વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધોની પરિસ્‍થિતિને જોતા ભારત દેશના સૈન્‍યને આધુનિકરણ માટે સંરક્ષણ બજેટને ખાસ મહત્‍વ આપવામાં આવેલ છે.

 શ્રી ધનસુખભાઈએ વધુમાં જણાવ્‍યું હતું કે, નરેન્‍દ્રભાઈના નેતળત્‍વમાં દેશને આત્‍મનિર્ભરના માધ્‍યમથી આર્થિક વિકાસને તેજી, દેશને આર્થિક સ્‍થિરતા અને જનહિતને પ્રાધાન્‍ય આપનારૂ બજેટ બની રહેશે.

પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માના નિર્દેશ મુજબ આજના ‘‘બજેટ પ્રચાર અભિયાન ૨૦૨૬'' ના કાર્યક્રમમાં ગુજરાત મ્‍યુનિ. ફાયનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ સહિત તમામ શ્રેણીના રાજકોટ શહેર હોદ્દેદારો, વોર્ડ પ્રભારી, પ્રમુખો, મહામંત્રી તેમજ શહેર મોરચાના પ્રમુખ મહામંત્રી, સેલના સંયોજક, સહસંયોજકો સહિત બહોળી સંખ્‍યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હોવાનું હિતેષ ઢોલરીયા અને શૈલેષ દવે જણાવે છે.

(3:34 PM IST)