<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

શ્રી બાલમુકુંદ હવેલી ધરાઇ દ્વારા વિશ્વ કલ્‍યાણ માટે અધિક આનંદ વ્રજ યાત્રા

૧૦૮ પોથી સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ, દિવ્‍ય ધામોના દર્શનનો લાભ : મુખ્‍યાજી અને આયોજકો ‘અકિલા'ના આંગણે

રાજકોટ, તા., ૨ : બાબરા તાલુકાના ધરાઇ (બાલ મુકુંદજી)ની શ્રી બાલ મુકુંદજી હવેલી દ્વારા વિશ્વ કલ્‍યાણના ઉદ્‌ેશ સાથે પૃષ્‍ટીમાર્ગ પ્રચાર અને યુવા સંસ્‍કાર માટે અધિક આનંદ વ્રજયાત્રાનું આયોજન કરાયું છે. જેની અકિલા કાર્યાલયે દ્વારકેશ મુખ્‍યાજી, વિરલભાઇ મુખ્‍યાજી, વૈભવભાઇ મુખ્‍યાજી એ વિગતો વણવી હતી.

તેઓએ વધુમાં જણાવ્‍યું કે તા. ર૩-પ-ર૬ થી તા. ર૯-પ-ર૬ સુધી વેંૃદા આનંદમાં રીસોર્ટ, વૃંદાવન (યુપી) ખાતે આ ધર્મોત્‍સવ યોજાશે. તેમજ દિવાળી પછી ૧૧૦૦ કુંડી યજ્ઞ યોજાશે.

આજના કળિયુગના સમયમાં જ્‍યાં યુવાવર્ગ વેકેશન દરમિયાન મનોરંજન અને ફરવા તરફ આકર્ષાય છે, ત્‍યાં વિશ્વ કલ્‍યાણ અને સંસ્‍કાર સંવર્ધનના મહાન ઉદ્દેશ સાથે એક અલૌકિક અને આધ્‍યાત્‍મિક આયોજન થવા જઈ રહ્યું છે. શ્રી બાલમુકુંદ પ્રભુની અસીમ કળપાથી, વળંદાવનની પાવન ભૂમિમાં, અધિક માસમાં પહેલીવાર અધિક આનંદ વ્રજ યાત્રા અંતર્ગત એક વિશેષ પુષ્ટિમાર્ગીય આયોજન કરવામાં આવ્‍યું છે.

 આ અધિક આનંદ વ્રજ યાત્રા દ્વારા આજની યુવાપેઢીને શ્રીકળષ્‍ણ ભક્‍તિ, પુષ્ટિમાર્ગીય સંસ્‍કાર અને સનાતન સંસ્‍કળતિના મૂલ્‍યો સાથે જોડવાનો એક પાવન સંકલ્‍પ લેવામાં આવ્‍યો છે.

મુખ્‍ય આકર્ષણ

આ યાત્રાનો મુખ્‍ય હેતુ વિશ્વ કલ્‍યાણ, પુષ્ટિમાર્ગનો પ્રચાર, તથા નવી પેઢીને શ્રીકળષ્‍ણ ભાવના સાથે જોડવાનો છે. ૧૦૮ પોથી સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન મહોત્‍સવ, પુષ્ટિમાર્ગીય રીતિ અનુસાર દિવ્‍ય કથા અને મનોરથો,  વ્રજ ના દિવ્‍ય ધામોમાં ભક્‍તિભાવથી ભરપૂર દર્શન પહેલીવાર વૈષ્‍ણવ ઠાકોરજી સાથે પધરાવીને આવનાર માટે ઉત્તમ અને વિશેષ વ્‍યવસ્‍થા.

સમસ્‍ત વૈષ્‍ણવોના પધારેલા ઠાકોરજીને એક સાથે રોજ સાંજે મનોરથ આરોગાવવામાં આવશે, જે પુષ્ટિમાર્ગીય એકતા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત છે

આધ્‍યાત્‍મિક માર્ગદર્શન

આ અધિક આનંદ વ્રજ યાત્રામાં  અધ્‍યક્ષતા - વિરલભાઈ મુખ્‍યાજી કથા વક્‍તા - શ્રી દ્વારકેશભાઈ મુખ્‍યાજી તેમના દ્વારા વૈષ્‍ણવોને પુષ્ટિમાર્ગીય કથાનું દિવ્‍ય રસપાન કરાવવામાં આવશે.

ફોર સ્‍ટાર શ્રેણીનું ઉત્તમ રિસોર્ટમાં નિવાસ, ત્રણ સમય મહાપ્રસાદ ,એસી હોલમાં કથા અને પ્રસાદ વ્‍યવસ્‍થા, એક રૂમમાં ત્રણ ભક્‍તોની વ્‍યવસ્‍થા,  યાત્રા અને કાર્યક્રમ વિગતો, મુસાફરીઃ એસી લક્‍ઝરી સ્‍લીપર બસ દ્વારા વ્રજના દિવ્‍ય ધામોના દર્શન,  કથા સમય  સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ રોજ વ્રજ યાત્રા બપોરે ૨.૦૦ થી સાંજ ૭.૦૦  રોજ રાત્રે ઉત્‍સવ અને મનોરથ ૭.૩૦ થી ૯.૦૦.

આ આયોજન યુવાપેઢીને ભક્‍તિ અને સંસ્‍કારની દિશા આપતું પાવન સંકલ્‍પ છે. તેમ  વિરલભાઈ મુખ્‍યાજીએ જણાવ્‍યું છે.

વિશ્વ કલ્‍યાણના ઉદ્દેશ સાથે અધિક માસમાં યોજાતું આ આયોજન યુવાપેઢીને શ્રીકળષ્‍ણ ભક્‍તિ, પુષ્ટિમાર્ગીય સંસ્‍કાર અને સનાતન મૂલ્‍યો સાથે જોડવાનો એક મહત્‍વપૂર્ણ પ્રયાસ છે તેમ  શ્રી દ્વારકેશભાઈ મુખ્‍યાજી અને યુવાપેઢીને ધર્મ તરફ વાળવું આજની સૌથી મોટી સેવા છે તેમ  મેહુલ ભગતે જણાવ્‍યું છે.

વધુ વિગત માટે મો. ૯૯૭૮૯ ૬૪૯૦૦, મો. ૯૯૭૪૧ પપપ૩પ, મો. ૯૮૯૮૩ ૩૬૭૦૦ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે. 

(3:40 PM IST)