તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
રાજાશાહી વખતની લાખાજીરાજ શાકમાર્કેટને પ.૬૩ કરોડના ખર્ચે નવા વાઘા પહેરાવાશે
જર્જરીત બિલ્ડીંગના ભાગ તોડી શાકમાર્કેટના જીર્ણોધ્ધાર માટે ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટ તા.૨ઃ મનપા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવી શાક માર્કેટ બનાવવા, જ્યુબિલી શાક માર્કેટનું નવીનીકરણ કરવા તથા ધર્મેન્દ્ર રોડ પર આવેલી લાખાજીરાજ માર્કેટમાં નવી ફૂટ માર્કેટ અને હોકર્સઝોન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે મહાનગરપાલિકાઍ લાખાજીરાજ માર્કેટનું જીર્ણોધ્ધાર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ટેન્ડર ટુંક સમયમાં પ્રસિધ્ધ કરવામા આવશે તેમ મનપાના સુત્રોમાંથી બાંધકામ શાખામાંથી જાણવા મળે છે.
શહેરની મધ્યમાં આવેલી જ્યુબિલી શાક માર્કેટનું નવીનીકરણ અને ધર્મેન્દ્ર રોડ પર આવેલી રાજાશાહી વખતની લાખાજીરાજ શાક માર્કેટમાં રૂ. ૫.૬૩ કરોડના ખર્ચે નવી ફૂટ માર્કેટ અને નવા હોકર્સઝોન બનાવવાની ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
આ જાહેરાત મુજબ જ્યુબિલી શાક માર્કેટના નવીનીકરણ માટે રૂ. ૨૨ કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ ધર્મેન્દ્ર રોડ પર આવેલી રાજાશાહી સમયની લાખાજીરાજ શાક માર્કેટમાં જીર્ણોધ્ધાર કરવામાં આવશે. છેલ્લા કેટલાંક વર્ષોથી બાંધકામ શાખા લાખાજીરાજ માર્કેટ જર્જરિત અને અતિ જોખમી બની ગયાનો રિપોર્ટ આપતી આવી છે. અને આ માર્કેટ ખાલી કરાવવાનો અભિપ્રાય પણ આપતી માર્કેટના થડાધારકો, દુકાનદારો અને ગોડાઉનધારકો દ્વારા માર્કેટ ખાલી કરવામાં આવતી નહોતી. લાંબા સમયની સમજાવટ અને મહેનતબાદ આખરે મહાનગરપાલિકા તંત્રને આ માર્કેટ ખાલી કરાવવામાં સફળતા મળી છે. અને આ માર્કેટના થડાધારકોનો જ્યુબિલી શાકમાર્કેટમાં સમાવેશ કરાયો છે.
આ આધારે હવે બાંધકામ શાખા દ્વારા શાક માર્કેટના જીર્ણોધ્ધાર માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ઘરી છે. ટુંક સમયમાં આ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. શાક માર્કેટના જીર્ણોધ્ધાર માટે અંદાજીત રૂ. ૫.૬૩કરોડના ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. બીડ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ક ઓર્ડર આપી શાક માર્કેટનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. (૯.ર૯)
(4:11 PM IST)










