તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 3rd February 2026
રાજકોટ માર્કેટ યાર્ડમાં સતાધારી પક્ષના ઇશારે થયેલ હુલ્લડ-હુમલાના કેસમાં દલાલ એસો.ના પ્રમુખ અતુલ કમાણી સહિત ૩ર આરોપીનો છુટકારો
૩૦૦ લોકોના ટોળાએ હુમલો કરી જાહેર સેવકની ફરજમાં રૂકાવટ કરી હતી : ફરીયાદ પક્ષ કેસ પુરવાર નહિ કરી શકતા કોર્ટે તમામ આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો

રાજકોટ, તા. ર૮ : રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ઘટેલ શાશક પક્ષના હોદેદારો ધ્વારા દલાલ એશોસીએશનના પ્રમુખ સહીત ૩૦૦ વ્યક્તિના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી જાહેર કાર્યમાં જાહેર સેવકને અડચણ કરી ફરજ બજાવત રોકી સ્વૈચ્છા પુર્વક વ્યથા કરી ગેરકાયદેસર અવરોધ કરી બીજાની જીંદગી કે શારીરીક સલામમ્તી જોખમાય તે રીતે હુલ્લડ કરતા અટકાવતા રાજ્ય સેવક પોલીસ ઉપર હુમલો કરવાના કેસમાં ધરપકડ પામેલ દલાલ એશોસીએશનના પ્રમુખ અતુલ કમાણી સહીત ૩૨ આરોપીઓને રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. ધ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવવામાં આવેલ છે.
આ કેસની હકીકત જોઈએ તો દલાલ એશોસીએશનના પ્રમુખ અતુલ કમાણી તથા ખેડુત આગેવાનો તથા અન્ય આરોપી સહીત આશરે ૩૦૦ માણસોનુ ટોળુ બેડી માર્કેટીંગ યાર્ડમાં મચ્છરના ત્રાસ બાબતે અંદોલનના હેતુથી ગેરકાયદેસર મંડળી રચી યાર્ડ પાસે હાઈવે રોડ બંધ કરી ચકાજામ કરી પોલીસ અધીકારી તથા કર્મચારીઓની કાયદેસરની ફરજના ભાગરૂપે ટોળાને હટાવવા, સમજાવવા અને માઈકથી વીખેરવા સુચના તથા ચેતવણી આપવા છતા ન વીખેરાતા પોલીસે લાઠચાર્જ કરત આરોપીઓએ પોલીસ ઉપર છુટા પથ્થરના ઘા કરી ત્રણ પોલીસ સાહેદોને શરીરના જુદા જુદા ભાગ ઉપર ઈજા પહોંચાડી અ ચરેલ ગુન્હા અન્વયે કુલ ૩૨ આરોપીઓ વીરૂધ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના જગમ લ નાજાભાઈ ખટાણા દ્વારા તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ હતો જે ફરીયાદ અન્વયે તપાસના અંતે ૩૨ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ.
ઉપરોકત કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદ પક્ષે કુલ ૧૪ સાક્ષીઓને તપાસવામાં આવેલ અને ૬ દસ્તાવેજી પુરાવા રજુ કરી જણાવેલ કે મોટા ભાગના સાહેદો સરકારી સાહેદો હોય તમામે એક સરખો પુરાવો આપેલ હોય પ્રોસીકયુશને પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલ હોય આરોપીઓને મહતમ સજા કરવા કરેલ રજુઆત સામે આરોપીઓના એડવોકેટ સુરેશ ફળદુ ધ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે કહેવાતી ઘટના ઘટેલ નથી પરંતુ ઘટાડવામાં આવેલ છે દલાલ એશોસીએશનના પ્રમુખ કોંગ્રેસી હોય લોકપ્રીય હોય તે જુથને દબાવવા શાશક પક્ષના હોદેદારો ધ્વારા ષડયંત્ર રચેલ હોવાનું પ્રોસીકયુશનના કેસ પરથી જ પુરવાર થાય છે કારણ કે જો કહેવાતી ઘટના ઘટેલ હોત તો ઘટના પુરવાર કરવા સી.સી.ટી.વી. ફુટેજ રજુ રાખવામાં આવેલ હોત તો આરોપીઓ સામેના તહોમતની કાલ્પનીક સ્ટોરી ખુલ્લી પડે તેમ હતી અને પ્રોસીકયુશનન સાહેદોનો પુરાવો તહોમત પુરવાર કરવા માટે પુરતો નથી, સ્વતંત્ર સાહેદો લેવામાં કે તપાસવામાં આવેલ નથી જે હથીયારથી ઈજા પહોંચાડવાનું તહોમત છે તે પથ્થરો મુદામાલ તરીકે કબજે કરવામાં આવેલ નથી, આજની તારીખે પણ ખેડુતો, વેપારીઓ, મજુરો ઉભા રહી શકે નહી તેટલી હદે મચ્છરોનો ત્રાસ હોય તે મુશ્કેલીઓને વાચા આપવા દલાલ એશોસીએશન આગળ આવતા વીરોધપક્ષ લોકપ્રીયતા અને જશ મેળવી જશે તેવા શાશકપક્ષના ડરથી ઘટેલ ઘટનાને મેડીકલ એવીડન્સ પણ સપોર્ટ કરતો ન હોય જેનાથી ઉશ્કેરણી થયાનું જણાવવામાં આવે છે તે સબંધેનો એફ.એસ.એલ. પુરાવો રેકર્ડ પર આવેલ ન હોય, ૩૦૦ ના ટોળામાંથી અટક કરવામાં આવેલ ૩૨ આરોપીઓ પૈકી કોને, કયા વ્યકિતને, કઈ રીતે ઈજા પહોંચા ડેલનું પુરવાર થતુ ન હોય આરોપીઓને નિર્દોષ ઠર વી છોડી મુકવા લંબાણ પૂર્વક રજુઆતો કરવામાં આવેલ.
તમામ પક્ષેની રજુઆતો, રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો લક્ષે લેતા કેસના આરોપીઓની ઓળખ અંગે મહત્વનો વીરોધાભાષ રહેલ છે તેમજ રજુ સમગ્ર મૌખીક તેમજ દરસ્તાવેજી પુરવાનું મુલ્યાંકન કરતા આરોપીઓની સંડોવણી બહાર આવતી નથી તેમજ આરોપીઓના કારણે જ બનાવ બનવા પામેલ હોય તેવુ નીઃશંક પણે પુરવાર થતુ ન હોય આરોપીઓ ઉપર મુકવામાં આવેલ આરોપ બદલના આવશ્યક તત્વો પુરવાર થતા ન હોય આરોપીઓ ઉપરનું તહોમત નીઃશંક પણે સાબીત કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ ગયેલ હોય જયારે આરોપીપક્ષ તરફથી સાક્ષીઓની ઉલટતપાસમાં ઝીણવટ ભરી તર્કબધ્ધ હકીકતો રેકર્ડ પર લવવામાં સફળ રહેલ હોય અને જયારે આરોપીઓને રાજા ફરમાવી શકાય તેવા ઈલેકટ્રોનીક કે દસ્તાવેજી તેમજ ફોરેન્સીક પુરાવાથી સમર્થન મળતુ ન હોય ઉપરાંત મેડીકલ પુરાવાના આધારે પણ સજા થઈ શકે તેવી હકીકતો રેકર્ડ પર આવેલ ન હોય ત્યારે આરોપીઓને તકસીરવાન ઠેરવી શકાય નહી તેમ માની ધરપકડ કરવામાં આવેલ ૩૨ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવવામાં આવેલ.
ઉપરોકત કામમા દલાલ એશોસીએશનના પ્રમુખ અતુલ કમાણી સહીતના ૩૨ તહોમતદારો વતી રાજ્કોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કળણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીય, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા, સાહીલ કંટારીયા તથા મદદમા નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયેલ હતા.
સુરેશ આર. ફળદુ
બચાવવાપક્ષના વકીલ
(2:24 PM IST)










