તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
દબાણ હટાવ શાખાની લાલ આંખશહેરના રોડ-સર્કલો પર આડેધડ પોસ્ટર-બેનર લગાવનાર ૧૦ સંસ્થાને નોટીસઃ દંડ
પૂર્વ મંજુરી વગર અનઅધિકૃત રીતે જાહેરાતના બોર્ડ લગાવનાર સામે મનપા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૦૩: શહેરના રોડ/ સર્કલો પર અનધિકળત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ/બેનર/પોસ્ટર લગાડવા બદલ ૧૦ એજન્સીઓ સામે નોટીસ, દંડ સહિતની કાર્યવાહી મનપ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ વગેરે જગ્યાઓ પર અનધિકળત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ/બેનર/પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવેલ છે.જે સબબ દબાણ હટાવ શાખા દ્વારા જાન્યુઆરી- ૨૦૨૬મા ં સંસ્થાનું નામ
હેતલ હેપી હોમ, આત્મન પ્રી સ્કુલ, હરિકળષ્ણ સીટી, હોટલ વીબી ઈન, જે.જે.ટુટોરીયલ્સ, સેન્ચુરી રીગાલીયા, જય ગણેશ ટોયોટા, અર્બન વિવાહ, જે.ડી.મોલ, જતન ઈન્ડસ્ટ્રીઝ સહિતના કુલ ૧૦ નોટીસ આપવામાં આવેલ છે.
આથી રાજકોટની જાહેર જનતાને જણાવવાનું કે, રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ પર કોઈપણ પ્રકારની અનધિકળત જાહેરાતને લગત બોર્ડ/બેનર/પોસ્ટર લગાવવા નહિ.રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર અનઅધિકળત રીતે જાહેરાતના બોર્ડ/બેનર લગાવનાર સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવામાં આવ્યું છે.
(3:27 PM IST)










