તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
વેલેન્ટાઇન ડે પહેલા ચોકલેટ- કેન્ડીના ૧૪ નમુના લેતી ફુડ શાખા
મનપા દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત કન્ફેકશનરી ફુડ વિક્રેતાઓને ત્યાં દરોડો શહેરના જીવરાજ પાર્ક મેઇન રોડ વિસ્તારના ર૦ ધંધાર્થીઓને ત્યાં ચકાસણીઃ ૧૧ ને લાઇસન્સ અંગે સુચના

રાજકોટ, તા., ૩: ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના જીવરાજ પાર્ક મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં મહાજન ફરસાણ, ગેલેક્સી સોડા શોપ, શ્રીજી માર્ટ, શ્રીજી નમકીન, શ્રીજી ફરસાણ, ઉમિયાજી આઇસ્ક્રીમ, નિલેશ્વરી ગુડસ , રામદૂત ટ્રેડિંગ, શ્રીજી સુપર માર્કેટ, મઢીની ખમણી- પાટીદાર ફૂડ તથા સર્વોતમ ફૂડ્સ એન્ડ બેકરીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ચોકલેટ-કેન્ડીના ૧૪
નમુના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કન્ફેક્શનરી ફૂડ કેટેગરીના કુલ ૧૪ નમૂના લેવામાં આવેલ જેમાં
૧. નાયરા એલેન્ઝા કલરફૂલ ચોકલેટ મિક્સ (૨૬૨.૫ ગ્રા. પેક)
૨. નાયરા વેલેન્ટાઇન ટ્રફલ્સ મિલ્ક ચોકો (૨૭૫ ગ્રા. પેક):
૩. ચોકોટાઉન દુબઈ ચોકલેટ સેન્ટર ફિલ મિલ્ક બાર (૩૦૦ ગ્રા. પેક):
૪. ટી-કોન ગોલ્ડ સેલિબ્રેશન પૅક, (૩૦૦ગ્રા. પેક):
૫. કેવિન ગોલ્ડ ડાર્ક સ્ટાઈલ (૧૦૦ યુનિટ્સ પૅક):
૬. ડેઝી ટોર્નટ કોકોનટ ફીલ બાર, (૪૫૦ ગ્રા. પેક):
૭. ફનબોન ચોકો ઓરેન્જ ક્રીમી ચોકોફિલ્ડ કેન્ડી (૬૦૮ ગ્રા. પેક) કટ
૮. ફનબોન એક્લેયર્સ ક્રીમી ચોકોફિલ્ડ કેન્ડી (૬૦૮ ગ્રા. પેક):
૯. સમી મઝેદાર મેંગો સેન્ટર ભરેલી કેન્ડી (૭૦૦ ગ્રા. પેક):
૧૦. સમમી મેંગો ટોન લવ કેન્ડી (૭૦૦ ગ્રા. પેક):
૧૧. નાયરા વેલેન્ટાઇન ટ્રફલ્સ મિલ્ક ચોકો (૨૭૫ ગ્રા. પેક):
૧૨. ટી-કોન ડ્રીમલેન્ડ પ્રીમિયમ મિલ્ક ચોકો (૩૨૫ગ્રા. પેક):
૧૩. કેન્ડીલેક ટ્રુ લક્સ ટ્રફલ (૨૦૦ગ્રા. પેક :-
૧૪. સિન્ટુ રોસેલા રોઝ ફ્લેવર્ડ ચોકો હાર્ટ્સ (૩૨૫ ગ્રા. પેક): - નગર શ્રી લક્ષ્મી સિઝન સ્ટોર, રામનાથપરા શેરી નં.૦૧, રાજકોટ ખાતેથી નમુના લેવામાં આવેલ હતા.
(3:27 PM IST)










