<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

વધારાનો ટેકસ ન નાખતાઃ સામાકાંઠાની ટીપી સ્‍કીમો ફાઇનલ કરો

મનપાના આવતીકાલે રજુ થનાર બજેટ પહેલા કોંગ્રેસનું વાસ્‍તવીક બજેટ માટે શાસકોને ર૦ મુદ્દાનું સૂચન સીનીયર સીટીઝનો માટે કોર્પોરેશનની બસોમાં મફત મુસાફરી, સફારી પાર્ક રોડ, નવા ભળેલા વિસ્‍તારોમાં પ્રાથમિક સુવિધા, શહેરના ચાર ઝોન કરી દરેકમાં ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલ, આજીડેમની સંગ્રહ ક્ષમતા વધારવા સહિતના કામોનો સમાવેશ કરવા માંગ કરતા રાજદિપસિંહ જાડેજા, વશરામભાઇ સાગઠીયા,મકબુલભાઇ દાઉદાણી, કોમલબેન ભારાઇ સહિતના વિપક્ષના આગેવાનો

રાજકોટઃ તા.૩, આવતીકાલે મનપાનું બજેટ રજુ થનાર છે, ત્‍યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ ર૦ કામોનો સમાવેશ કરવા આજે માંગ કરી છે. તેમજ ચૂંટણી નિર્ભર બજેટ નહિ પરંતુ આત્‍મ નિર્ભર અને વાસ્‍તવીક બજેટ બનાવવા શાસકોને જણાવ્‍યું હતું.

રાજકોટ મહાનગરપાલિકામાં આવતા તમામ વિસ્‍તારોની યાદી મુજબ જોતા અને રાજકોટના લોકો પાસેથી મેળવેલી માહિતી અનુસાર  નવા વર્ષના બજેટમાં કામ સમાવવા માટે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ રજૂ કરી અને તેના માટે શાસકો યોગ્‍ય નિર્ણય કરે તેવી  રાજકોટના લોકો વતી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ જાડેજા, વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, કોર્પોરેટરો મકબુલભાઇ દાઉદાણી તથા કોમલબેન ભારાઇએ કરી હતી.

કોંગ્રેસ રાજકોટ મહાનગરપાલિકા વતી કોઈ પણ પ્રકારના રાજકોટની પ્રજા ઉપર વધારાના ટેક્‍સનો બોજો આપવો નહીં અને કોર્પોરેશન દ્વારા વ્‍યાજ માફીની સ્‍કીમ આવે તો કરોડો રૂપિયા જે કોર્પોરેશનના લોકો પાસે બાકી છે તે જમા થઈ શકે અને હાલ બિલ્‍ડરોને જે જમીન વેચવાની યોજનાઓ છે તેમાંથી પણ કોર્પોરેશનને રાહત મળી શકે  તે સમાવેશ બજેટમાં કરવા જણાવ્‍યું હતું.

ઉપરાંત સામા કાંઠા વિસ્‍તારમાં રીંગરોડ સુધીમાં જેટલી ટીપી સ્‍કીમો આવતી હોય તે ફાઇનલ કરવી જોઈએ જેથી કરીને રાજકોટનો વિકાસ ચારે કોર સમતોલ થઈ શકે હાલ ફક્‍ત અમુક લોકોના પ્‍લોટો કે જે રાજકીય વગ ધરાવે છે તેવા લોકોના પ્‍લોટ છે તે બાજુ જ ટીપી સ્‍કીમો ફાઈનલ થઇ રહી છે અમારી માંગણી છે ટીપી સ્‍કીમ નંબર ૧૪ *૪૦*૧૫*૧૭*૧૮*અને ૩૧ કે જે સામે કાંઠે છે તેને ફાઇનલ કરવી જોઈએ. સીનીયર સીટીઝન લોકો માટે રાજકોટમાં કોર્પોરેશન દ્વારા ચાલતી બસોમાં મફત મુસાફરી કરવાની પરવાનગી આપવી જોઈએ.

 રાજકોટમાં હાલ સફારી પાર્ક આપણે બનાવી રહ્યા છીએ ત્‍યારે હાલની સ્‍થિતિ જોતા સર્વિસ રોડ સિવાયનો એક પણ રોડ નથી કે જે ડાયરેક્‍ટ સફારી પાર્કમાં જાય તે પછી માલ્‍યાસણ તરફ નો હોય કે ત્રંબા તરફનો હોય કે પછી ગ્રીનલેન્‍ડ ચોકડી થી સફારી પાર્ક જવાનો હોય તો પહેલા રસ્‍તા ની વ્‍યવસ્‍થા કરવી જોઈએ

 નવા ભળેલા વોર્ડ  જેવા કે વોર્ડ નંબર ૧૮,૧૨,૧૧, ૩ અને ૧ બાકી રહેતી જીવન જરૂરી સુવિધાઓ ઝડપથી લોકોને મળે તેવી બજેટમાં જોગવાઈ કરવી જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાની હદ ચારે તરફ વધી હોય જેથી જુદા જુદા ચાર ઝોન બનાવવા જોઈએ અને ચારે ઝોનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક એક ઈંગ્‍લીશ મીડીયમ પ્રાથમિક શાળા બનાવી જોઈએ.

 પૂર્વ ઝોનમાં આવેલ પીટીસી ની જે જમીન સરકાર હસ્‍તકની છે તેમાં સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ ઇંગ્‍લીશ મીડીયમ શાળા લાઇબ્રેરી તેમજ સ્‍વિમિંગ પૂલ જેવી સુવિધાઓ મળી શકે તેમ છે જેથી સામે કાંઠેના વિસ્‍તારના લોકોને અને વિદ્યાર્થીઓને બહોળી સંખ્‍યામાં લાભ મળી શકે એમ છે તો તેને બજેટ માં સમાવેશ કરવો.

 આજી ડેમની પાણીની સંગ્રહ ક્ષમતા માં વધારો થાય તેના માટે આયોજન કરવું પાણી વિતરણ વ્‍યવસ્‍થા માટે નવા અંડર ગ્રાઉન્‍ડ અને ઓવર હેડ ટાંકાઓ બનાવી વિતરણ વ્‍યવસ્‍થાનું આયોજન કરવું જોઈએ.

કોર્પોરેશન દ્વારા સંચાલિત એનિમલ હોસ્‍ટેલમાં છાણ જેવી વસ્‍તુઓના પ્રોસેસથી કોર્પોરેશનને આવક થાય તેમ છે દાખલા તરીકે ખાતર તેમજ બાયોગેસ પ્‍લાન્‍ટની સ્‍થાપના કરવી જેથી કોર્પોરેશનને આવકમાં પણ વધારો થાય.  રીવર ફ્રન્‍ટમાં કોર્પોરેશન દ્વારા ચંપકભાઈ વોરા બ્રિજ ૮૦ ફૂટ રોડ થી કેસરી હિન્‍દ પુલ સુધીમાં રિવરફ્રન્‍ટ નું પ્રથમ ફેસ મા નિર્માણ કરવું

 વોર્ડ નંબર ૧૫માં જુદી જુદી જગ્‍યાએ ગ્રાન્‍ટો ની જરૂરિયાત છે, જેમાં   નવી ડી આઈ પાઇપલાઇનનું કામ જે જે વિસ્‍તારોમાં ચાલુ છે ત્‍યાં નવા સિમેન્‍ટ રોડ તથા નવા ડામર રોડ માટેની અલગથી બજેટ ફાળવવા માટે અમારી માંગણી છે જેવા કે ગંજીવાડા, મનપરા, ભગવતી સોસાયટી, માંજોઠીનગર   મેમન કોલોની અને જય હિન્‍દનગર જેવા વિસ્‍તારોને આવરી લેવા.

 વોર્ડ નંબર ૧૫માં લાખાજીરાજ ઉદ્યોગ નગરમાં ગત વર્ષે ગેસની પાઇપલાઇન નાખવામાં આવેલ હતી હાલમાં નવી ભૂગળ ગટરનું કામ ચાલુ કરવામાં આવનાર છે તો આ વિસ્‍તાર માટે નવા ડામર રોડ માટેની અલગથી જોગવાઈ કરવા અંગે માંગ કરી હતી.

વોર્ડ નંબર ૧૫ માં સત્‍યમ પાર્કમાં જુના પેવિંગ બ્‍લોક છે તે કાઢી ત્‍યાં આરસીસીના નવા રોડ બનાવી આપવા ની ગ્રાન્‍ટ ફાળવી.

વોર્ડ નંબર ૧૫ માં ડ્રેનેજને અને ગંદા પાણીની માસિક ફરિયાદો એવરેજ ૧૦૦૦ ઉપર ની સંખ્‍યામાં નોંધાય છે ભૂગર્ભ ગટર અને પાણીના ૪૫ વર્ષથી જુના પાઇપો છે તે નવા નેટવર્કની સ્‍થાપના કરવી તેમજ નવા રસ્‍તા માટે ગ્રાન્‍ટ ફાળવવી. વોર્ડ નંબર ૧૫ માં આવેલ મોહનભાઈ સરવૈયા હોલ કે જેમાં રિનોવેશન ની હાલ જરૂરિયાત છે તેના માટે ગ્રાન્‍ટની ફાળવણી કરવી.

 ૮૦ ફૂટ રોડની ચોકડી થી આજીડેમ ચોક સુધીમાં રોડની બંને સાઈડની ખુલ્લી જગ્‍યામાં સિનિયર સિટીઝન પાર્ક ચિલ્‍ડ્રન પાર્ક તેમજ પ્‍લે એરિયા અને વોકિંગ ટ્રેક જેવી સુવિધાઓ માટેની ગ્રાન્‍ટ ફાળવવી.  વોર્ડ નંબર ૧૫ અમુલ સર્કલથી હોન્‍ડાઈ ના શોરૂમ સુધી વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન નાખવાનું કામ હાલ ચાલુ હોય તો ત્‍યાં નવા ડામર રોડ માટેની અલગથી ગ્રાન્‍ટ ની વ્‍યવસ્‍થા કરવી. વોર્ડ નંબર ૧૫ માં કુબલીયાપરામાં હાલ ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ છે ત્‍યાં નવા રોડ રસ્‍તા માટેની ગ્રાન્‍ટ ફાળવવી.

અંતમાં રીંગરોડ થી રામ વન સુધીના રોડને પૂર્વ મેયર  મનસુખભાઈ ચાવડા નામકરણ કરવા માટેની યોગ્‍ય મંજૂરી આપવી. ગેર કાયદેસર બાંધકામો પર રેગ્‍યુલર ટેક્‍સ કરતા ત્રણ કે ચાર ગણો ટેક્‍સ વસૂલી આવક વધારવી જોઈએ તેમજ ગરીબ લોકો રહેછે એવા મફતિયા પરા વિસ્‍તારમાં થી ટેક્‍સ લેવાનું બંધ કરવું જોઈએનું કોંગ્રેસ દ્વારા બજેટમાં સમાવેશ કરવા શાસકોને સૂચન કરવામાં આવ્‍યું હતું (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(3:31 PM IST)