<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

રાજકોટમાં આજથી જાદુગર મિ. નટવરલાલનો મેજીક શો

રહસ્‍ય-રોમાંચ-સસ્‍પેન્‍સ-થ્રીલરનો અદ્‌ભુત મેજીક શો : દરરોજ રાત્રે ૯થી ૧૧:૩૦ અને શનિવારે સાંજે ૬થી ૮:૩૦, ૯થી ૧૧:૩૦ બે શો જાદુગર મિ.નટવરલાલ અને તેના પુત્ર રોનક ૪૫થી ૫૦ વર્ષ જુના જાદુને મોર્ડન કલ્‍ચરમાં રજૂ કરશે : બાળકોથી લઇ મોટેરાઓ પણ આનંદ માણી શકે તેવો શો

રાજકોટ : આજથી ચાર-પાંચ દાયકા જુના જાદુને  નવા રંગરૂપ સાથે લઇને આવી રહ્યા છે જાદુગર મિ.નટવરલાલ. રહસ્‍ય-રોમાંચ-સસ્‍પેન્‍સ- થ્રીલરનો અદ્ભુત મેજીક શો યોજાશે.

જાદુગર ોત્રે ૬૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને રાજકોટમાં પ્રથમ વખત જાદુનો સ્‍વતંત્ર શો લઇને આવી રહ્યા છે આજથી દરરોજ રાત્રે ૯થી ૧૧:૩૦ તેમજ દર શનિવારે બે શો સાંજે ૬થી ૮:૩૦ અને રાત્રે ૯થી ૧૧:૩૦ યોજાશે.

મુળ હિંમતનગરના જાદુગર મિ.નટવરલાલ જણાવે છે કે  બાળકોથી લઇ મોટેરાઓ પણ આનંદ માણી શકે તેવો સવા બે કલાકનો શો દર્શકોને જકડી રાખશે. રાઉન્‍ડ કટીંગ, ડ્રીમલેન્‍ડ, બાળકો માટે સ્‍પેશ્‍યલ ડીઝનીલેન્‍ડ, ટૂપીસ શો એ પ્રથમ વખત પ્રયોગ કરવામાં આવશે.

જાદુગર મિ.નટવરલાલની સાથે તેમના પુત્ર રોનક પણ જાદુના અવનવા કરતબો રજૂ કરશે. તેઓ ગણપત યુનિવર્સીટીમાં અભ્‍યાસ કરી રહ્યા છે.

કોઇપણ સંસ્‍થાઓ, ગ્રુપને ટિકિટ માટે મો. ૯૪૨૬૫ ૧૨૨૦૮ ઉપર સંપર્ક કરી શકાય છે. સ્‍થળ : લેડીઝ ક્‍લબ, શાષાી મેદાન, રાજકોટ.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જાદુગર મિ. નટવરલાલ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:32 PM IST)