<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

લોહાણા મહાપરીષદ દ્વારા ENT સર્જન ડો.હિમાંશુ ઠક્કરને આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ એનાયત

આ સન્‍માન મારા માટે અત્‍યંત ગૌરવની વાત છેઃ ડો.ઠક્કર

રાજકોટ, તા.૪: રાજકોટના ઈએનટી સર્જન ડૉ. હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કરને LIBF એક્‍સ્‍પો-૨૦૨૬ દરમિયાન વિશેષ આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ એનાયત થયો છે. રાજકોટના પ્રતિષ્ઠિત ઈએનટી સર્જન ડૉ. હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કરને લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત ત્રિદિવસીય LIBF બિઝનેસ એક્‍સ્‍પો-૨૦૨૬ દરમિયાન, મુંબઈ સ્‍થિત જિયો વર્લ્‍ડ કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે તા.૩૧ જાન્‍યુ.ના યોજાયેલા વિશેષ આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ સમારંભમાં એક ખાસ આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.

ડૉ. હિમાંશુ ઠક્કરને તબીબી ક્ષેત્રમાં તેમની ઉત્‍કળષ્ટ સેવાઓ, જીવ બચાવતી જટિલ સર્જરીઓને સફળતાપૂર્વક પાર પાડવાની સિદ્ધિઓ, સેવાકીય પ્રવળત્તિઓ અને માનવતાવાદી અભિગમ બદલ આ પ્રતિષ્ઠિત આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો છે.

આ વિશેષ આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠ્ઠલાણીના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો હતો.

સમારંભમાં મુખ્‍ય અતિથિ તરીકે મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસજીના ધર્મપત્‍ની શ્રીમતી અમળતા ફડણવીસજી તેમજ શ્રી આણદાબાવા સેવા સંસ્‍થા, જામનગરના મહંત પૂજ્‍ય શ્રી દેવપ્રસાદજી મહારાજ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ ભવ્‍ય LIBF એક્‍સ્‍પોમાં વિશ્વના ૩૫થી પણ વધુ દેશોમાંથી બહોળી સંખ્‍યામાં રઘુવંશીઓ ઉપસ્‍થિત રહ્યા હતા, જે આ સમગ્ર સમારંભની વૈશ્વિક વ્‍યાપકતા દર્શાવે છે. આ પ્રસંગે ડૉ. હિમાંશુ ઠક્કરે આનંદ અને ગૌરવની લાગણીઓ વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, લોહાણા મહાપરિષદ સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશીઓની માતળ સંસ્‍થા છે અને આ પ્રતિષ્ઠિત સંસ્‍થા દ્વારા મળેલું આ સન્‍માન મારા માટે અત્‍યંત ગૌરવની વાત છે.

(11:27 AM IST)