News of Wednesday, 4th February 2026
ગોંડલમાં શુક્રવારે પ્રેમરસ ડાયરો : રવિવારે લેઉવા પટેલ સમાજની ૩૧ દીકરીઓના સમુહલગ્નોત્સવ ‘પ્રેમનું પાનેતર' : રક્તદાન કેમ્પ
કરીયાવરમાં દીકરીઓને સોના, ચાંદીથી લઇ ૧૦૦થી વધુ વસ્તુઓ અપાશે : સમુહલગ્નના લાભાર્થે આયોજીત લોકડાયરામાં રાજભા ગઢવી (લોકસાહિત્યકાર), નિરંજન પંડયા (ભજનીક) અને પલ્લવીબેન પટેલ (ગાયક) જમાવટ કરશે

રાજકોટ : આગામી તા.૬ના શુક્રવારે સદાર પટેલ સોશ્યલ ગ્રુપ ગોંડલ દ્વારા ‘‘પ્રેમરસ ડાયરો'' અને ૮ ફેબ્રુઆરીના રવિવારે ચોથો સમુહ લગ્ન ‘પ્રેમનું પાનેતર' ભાવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં ૩૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ સમૂહ લગ્નનું આયોજન શાહી ઠાઠમાઠથી કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે.
આ સમુહલગ્નમાં આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બટુકભાઇ ઠુંમર, ગિરધરભાઇ વેકરીયા, લાલજીભાઇ તળાવીયા, જીગરભાઇ સાટોડીયા, શૈલેષભાઇ વેકરીયા, અલ્પેશભાઇ ઉધાડ,દિવ્યેશભાઇ લીલા, દીપકભાઇ ધોણીયા, કમલેશભાઇ ખુટ, રમેશભાઇ સોરઠીયા, ખોડલભાઇ વેકરીયા,કિશોરભાઇ ભાલાળા, ગોપાલભાઇ સખીયા, મનહરભાઇ વિરડીયા તેમજ વિવિધ લેઉવા પટેલ સમાજના વિવિધ ગ્રૂપો સેવા આપી રહ્યા છે.
તા.૬ શુક્રવારે પ્રેમરસ ડાયરોમાં રાજભા ગઢવી (લોકસાહિત્યકાર), નિરંજનભાઇ પંડયા (ભજનીક કલાકાર), પલ્લવીબેન પટેલ (ગાયક કલાકાર) જેવા કલાકારો પોતાની કલા પીરસશે. આ ડાયરામાં જે પણ રકમ એકત્ર થશે તેનો સંપૂર્ણ ઉપયોગ દીકરીઓના લગ્ન પ્રસંગે કરવામાં આવશે.
દીકરીઓને કરિયાવરમાં ૧૦૦થી વધુ વસ્તુઓ આપવામાં અપાશે. આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન લગ્ન મંડપ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ બપોરના ૦૩થી સાંજના ૦૯ દરમ્યાન રાખવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલ અને રેડક્રોસ બ્લડ બેંકનો સહયોગ મળેલ છે. અંદાજે ૩૫૦થી ૪૦૦ બ્લડની બોટલ એકત્ર થવાનો અંદાજ હોવાનું જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા વર્ષ ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫માં ૩૧ દીકરીઓના વિવાહ કરવામાં આવ્યા હતા. ૨૦૨૪ અને ૨૦૫માં વિદ્યાર્થી સન્માન સમારોહમાં લેઉવા ૧પટેલના હજારથી પણ વધારે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમુહ લગ્ન સ્થળ : રોયલ સીટી, નાગડકા રોડ, ગોંડલ.
તસ્વીસરમાં લેઉવા પટેલ સમાજના યુવા આગેવાનો ખોડલભાઇ વેકરીયા, કિશનભાઇ ઠુંમર, અલ્પેશભાઇ ઉધાડ, અંકિતભાઇ તળાવીયા, નિકુંજભાઇ તળાવીયા, ક્રિશભાઇ ટીંબડીયા અને સતીષભાઇ પાનસુરીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(1:27 PM IST)










