તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
કમલેશ મિરાણીનું ભાવભીનું સ્વાગત

રાજકોટઃ સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી અને કેન્દ્રના નેજા હેઠળની ડીફેન્સ મીનીસ્ટ્રીમાં ઇન્ડીપેન્ડન્ટ આરએસસી ડાયરેકટર અને પ્રદેશ ભાજપ કારોબારીના નવનિયુકત સભ્ય તથા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, જૂનાગઢ, વિસાવદર, કચ્છ લોકસભાના પૂર્વ પ્રભારી, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન કમલેશભાઇ મિરાણી (મો. ૯૭૧૪૭ ૦૭૧૧૩) પારિવારીક નાતે અકિલાની શુભેચ્છા મુલાકાતે અને નિમંત્રણ આપવા આવ્યા તે પ્રસંગની તસ્વીરો. અકિલા પરિવારે તેમની ઉચ્ચ્ સ્થાને નિમણૂંક સબબ ભાવભર્યુ અભિવાદન કર્યુ હતું. કમલેશભાઇના પુત્ર ચિ. મિહિરનું સગપણ તા.૮ના રોજ રાજકોટ ખાતે નિરધારેલ છે. સાથે ચિ. મિહિર અને ચિ. રોહન નજરે પડે છે. (તસ્વીરોઃ અભીજીત બગથરીયા અને અશોક બગથરીયા)
(1:52 PM IST)










