News of Wednesday, 4th February 2026
બાબરાના ખંભાળામાં લગ્ન ન થતાં ૩૫ વર્ષના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ગોરાભાઇ મેવાડાએ ઝેર પી લેતાં રાજકોટમાં મૃત્યુઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૪: બાબરાના ખંભાળા ગામે રહેતાં ગોરાભાઇ ધુડાભાઇ મેવાડા (ઉ.વ.૩૫) નામનો યુવાન ગામમમાં ખુલ્લા પ્લોટ પાસે ત્રણ દિવસ પહેલા સાંજે ચારેક વાગ્યે ઝેરી દવા પી લેતાં બાબરા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ગોરાભાઇ મેવડા ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતો. તે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. સગાના કહેવા મુજબ ગોરાભાઇનું સગપણ થતું ન હોઇ લગ્ન ન થઇ શકવાને કારણે તે દુઃખી રહેતાં હોવાથી આ પગલુ ભર્યાની શક્યતા છે. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતાં બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:27 PM IST)










