<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ટી.સી. એસ.માં ઘટાડાથી વિદેશ યાત્રાને કોઇ અસર નહીં પહોંચે

સૂચક કોમ્‍પ્‍યુટરબાળા ધર્મેશભાઇ અને દર્શનભાઇ કહે છે

રાજકોટ, તા. ૪ :  સૂચક કમ્‍પ્‍યુટર, રાજકોટ ખાતે છેલ્લા રર વર્ષથી ટેલી એકાઉન્‍ટીંગ અને ટેકસેશન ક્ષેત્રમાં તાલીમ પ્રદાન કરવામાં આવે છે. બજેટ ર૦ર૬ બાદ સમગ્ર દેશમાં એક સામાન્‍ય ચર્ચા ચાલી રહી છે કે વિદેશ યાત્રા હવે સસ્‍તી થશે કે નહીં ? આ સંદર્ભે બજેટમાં થયેલ ફેરફાર અંગે સામાન્‍ય નાગરિક સમજી શકે તેવી ભાષામાં સ્‍પષ્‍ટતા કરતા સૂચક કમ્‍પયુટર ધર્મેશભાઇ અને દર્શનાભાઇએ જણાવ્‍યું છે કે અગાઉ વિદેશ યાત્રા માટે મોકલવાતા નાણા પર પ ટકા ટીસીએસ વસુલવામાં આવતો હતો. જે હવે ઘટાડીને ર ટકા ટીસીએસ કરવામાં આવ્‍યો છે. પરંતુ તેની યાત્રાને કોઇ અસર પહોંચતી નથી.

ઉદાહરણ તરીકે જો કોઇ વ્‍યકિત વિદેશ યાત્રા માટે રૂા. ૧૦ લાખ વિદેશ મોકલે તો અગાઉના નિયમ મુજબ પ ટકા ટીસીએસ એટલે કે પ૦ હજાર સરકારને ચુકવવા પડતા હતા. જો કે આ રૂા. પ૦ હજાર ઇન્‍કમટેકસ રિટર્ન ફાઇલ કરતી વખતે ટેકસ સામે એડજસ્‍ટ થઇ જતા હોવાથી વાસ્‍તવિક ખર્ચનો રૂા. ૧૦ લાખ રહેતો હતો.

હવે નવા બજેટ મુજબ ટીસીએસનો દર પ ટકા ના બદલે ર ટકા કરાયો છે. એટલે કે ૧૦ લાખ પર હવે માત્ર રૂા. ર૦ હજાર ટીસીએસ ચુકવવો પડશે, જે રકમ પણ આગળ જઇને ઇન્‍કમટેકસ સામે એડજસ્‍ટ થઇ જશે.

આ બદલાવનો મુખ્‍ય લાભ એ છે કે નાગરિકોની કેશ ફલો અને લિકિવડિટી સુધરે છે, ખર્ચમાં કોઇ વાસ્‍તવિક ઘટાડો કે વધારો થતો નથી તેમ ધર્મેશભાઇ સૂચક અને દર્શનભાઇ સીનરોજાની સંયુકત યાદીમાં જણાવ્‍યું છે. 

(2:30 PM IST)