News of Wednesday, 4th February 2026
‘આપ' દ્વારા કાલથી વોર્ડ નં.૧૨માં લોકોની ફરિયાદ અને વેદના સાંભળવા હર ઘર સંપર્ક અભિયાન
વોર્ડમાં લોકોના પ્રશ્નોની યાદી બનાવી મ્યુ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવશે

રાજકોટ : આમ આદમી પાર્ટી દ્વારા આવતી કાલે તા.૫ના ગુરૂવારથી વોર્ડનં. ૧૨માં લોકોની ફરિયાદ અને વેદના સાંભળવા હર ઘર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. વોર્ડના લોકોના પ્રશ્નોની યાદી બનાવી મ્યુનિસીપલ કમિશ્નરને રજુઆત કરવામાં આવશે.
આપના ઓબીસી નેતા અને વોર્ડ ૧૨ના ઉપપ્રમુખ મહેશભાઇ રાઠોડ અને વિધાનસભા ૭૧ના સહ ઇન્ચાર્જ મિલનભાઇ સોજીત્રાની આગેવાનીમા રાજકોટ શહેર વોર્ડ ૧૨ દરેક ઘરે જઇને લોકોની પરેસાની, અગવડતા તેમજ લોકો જે ટેક્સ ભરે છે તેના પ્રમાણમાં પ્રાથમિક સુવિધા મળે છે કે કેમ રાજકોટ મહાનગર વોર્ડ ૧૨ના નાગરિકોને ટેક્સ ભરે છે પરંતુ તેના બદલામા પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. (૧) લોકો પાણીનો ટેક્સ ભરે છે પરંતુ તેના પ્રમાણમાં ચોખ્ખુ સ્વચ્છ પાણી નથી મળતું અને જો ચોખુ સ્વચ્છ પાણી મળે છે તો તે પુરતા પ્રમાણમાં અને પ્રેસરથી નથી મળતુ. (૨) લોકો રોડ ટેક્સ ભરે છે તેના પ્રમાણમાં તેમને ખાડા અને ગાબડા, ધુળ મુક્ત રોડ મળે છે સારા રોડની સુવિધા નથી મળતી. (૩) લોકો સફાઇ ટેક્સ ભરે છે પરંતુ તેના પ્રમાણમાં સારી સફાઇ અને નિયમિત સફાઇ કામદાર તેમના વિસ્તારમાં નથી મળતા. તેમને નિયમિત કચરા ગાડી (ટીપર વાન)ની સેવા નથી મળતી. (૪) લોકો રોશની ટેક્સ ભરે છે પરંતુ તેના પ્રમાણમાં તેમને તેમના વિસ્તારમાં સારી લાઇટ નથી મળતી. (૫) લોકો શિક્ષણ ટેક્સ ભરે છે તેમના બદલે સરકાર દ્વારાતેમના બાળકને ફ્રી અને સારૂ શિક્ષણ નથી કળતું.(૬) લોકોને આધારકાર્ડ કોઇપણ જાતનો ફરેફાર કરવો હોયતો તેમના સમયે ઓફિસોના અનેક ધક્કા ખાધા વિના તેમના આધારકાર્ડમાં સુધારો નથી થતો. (૭) લોકોને રેશનકાર્ડમાં નવુ નામ ઉમેરવાનું હોયતો એકજ ધક્કામાં કે એકજ દિવસમાં રેશનકાર્ડમાં નામ નથી ઉમેરાતા. (૮) લોકો ે સરકારી ઓફીસનું કામ હોયતો તે લાંચ કે રૂપીયા આપ્યા વિના કે ધક્કા ખાધા વિના એક જ વારમાં કામ થતા નથી. (૯) લોકો બાઇકને લઇને રાજકોટના રોડ ઉપર નીકળેતો ટ્રાફીક પોલીસ કે ટ્રાફીક વોર્ડન ખોટી રીતે હેરાન કરતા હોય કે રૂપિયા ઉઘરાવતા નજરે પડે છે. (૧૦) લોકો વોર્ડ કે સોસાયટીની ફરીયાદનું અનેક વખતની રજુઆત પછી પણ એનું નીરાકરણ થતુ નથી.
તસ્વીરમાં મિલનભાઇ સોજીત્રા, મહેશભાઇ રાઠોડ, મોૈલીકભાઇ દેલવાડીયા, વિજયભાઇ સીયાણી, જેન્તીભાઇ રામાણી, વિશાલભાઇ હરણેસા, યાજ્ઞિકભાઇ વીરડીયા, મનીષભાઇ રામાણી, મિતેષભાઇ ગોંડલીયા, અતુલભાઇ સાકરીયા, દિલીપભાઇ વોરા, ભગીરથભાઇ ગોહીલ, જીતેન્દ્રભાઇ મોરી અને મુકેશભાઇ સાકરીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:23 PM IST)










