<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સિમ્‍પલ એડ.નો ૩૩માં વર્ષમાં મંગલ પ્રવેશ

વ્‍યવસાયની સાથે સેવાના સંગાથી એવા : વિના મુલ્‍યે આયુર્વેદિક તેલના વિતરણથી દર વર્ષે ૬૦૦૦ થી વધુ દર્દીઓ સાંધાના દુઃખાવામાં રાહત મેળવે છે

રાજકોટ : કહેવાય છે કે વર્ષો વિતી જાય છે એક આગવી ઓળખ ઉભી કરતા. સૌરાષ્‍ટ્રની અનેક પ્રોડકટસ/સર્વિસીસને ટુંક સમયમાં બ્રાન્‍ડ બનાવવામાં એક અનોખો પ્રયાસ કરવામાં માહીર રાજકોટની નામાંકીત જાહેરખબર એજન્‍સી સિમ્‍પલ એડ. એન્‍ડ કોમ્‍યુનીકેશન ૩૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે.

૩૨ વર્ષની તનતોડ મહેનત, વિશ્વાસ અને પ્રેમના અનોખા સંગમથી ગુજરાતના જાહેરખબર જગતમાં સિમ્‍પલ એડ. અગ્રીમ સ્‍થાન ધરાવે છે. એક આગવી ઓળખ ઉભી કરેલ છે.

૪ ફેબ્રુઆરી ૧૯૯૪માં સરદારનગર રોડ ઉપર નાનકડી ઓફીસમાં એડવર્ટાઈઝીંગ ક્ષેત્રે પદાર્પણ કરી આજે સિમ્‍પલ એડ. વટવળક્ષ બન્‍યું છે. ભરતભાઈ રસીકભાઇ જોષી અને રાજુભાઈ નોંધાભાઈ જુંજાએ નફાના ધોરણને કયારેય પ્રાધાન્‍ય ન આપી ગ્રાહકોને વધુમાં વધુ લાભ આપી તેની સાથે એક ગ્રાહક અને વેપારી તરીકેનો નહીં પરંતુ મિત્રતાનો સેતુ બાંધીને પારિવારીક વાતાવરણ ઉભુ કર્યુ તેનાથી આજે સિમ્‍પલ એડ. બહોળો મિત્રવર્તુળ વર્ગ ધરાવે છે. સિમ્‍પલ એડ. એ માત્ર કમાણીનું માધ્‍યમ નહીં પરંતુ સેવા ક્ષેત્રે પણ એટલું જ પદાર્પણ છે.

પરીવર્તન અને સમયની માંગ છે ત્‍યારે સમયની સાથે તાલ મીલાવા સિમ્‍પલ એડ. ડીઝીટલ ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું છે. આંગળીના ટેળવે વ્‍યવસાયનો વ્‍યાપ વધારવા પ્રયાસ થઈ રહયો છે. ગ્રાહકોને તેના પૈસાનું પુરૂ વળતર મળે તે હેતુ થી ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ, વ્‍હોટસએપ, ગુગલ એડ, યુ-ટયુબ સહીતના તમામ સોશ્‍યલ મીડીયા સાઇટ પર તમામ પ્રકારની ડીજીટલ એડવર્ટાઇઝીંગ સર્વિસ પૂરી પાડી રહયા છીએ. ડીજીટલ યુગમાં અમારી આ ડીજીટલ સર્વિસને ગ્રાહકોનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે.

ત્રણ દાયકાની તમામ પ્રેસ મીડીયા તરફથી જે પ્રેમ અને હુંફ મળી છે તે અવિસ્‍મરણીય છે. મીડીયાએ બિઝનેશની સાથોસાથ સિમ્‍પલ એડ.ની સામાજીક અસ્‍મિતાને પણ ટોચ પર પહોંચાડવામાં મહત્‍વનો ફાળો આપ્‍યો છે. ભરતભાઈ જોષી (મો. ૯૮રપર૮૬પ૬૦) અને રાજુભાઈ જુંજા (મો. ૯૮૯૮૧૦ર૪૭ર) દ્વારા વ્‍યવસાયની સાથોસાથ અનેક પ્રકારની સામાજીક અને સેવાકીય પ્રવળતિઓ પણ કરવામાં આવે છે. જેમાં સાંધાના દુઃખાવાના આયુર્વેદિક તેલનું વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવે છે આ તેલથી દર વર્ષે ૬૦૦૦ થી વધુ લોકો દુઃખાવામાં રાહત મેળવે છે. આ ઉપરાંત સમુહલગ્ન, રકતદાન કેમ્‍પ, આરોગ્‍યસેવા કેમ્‍પ જેવી વિવિધ સેવાકિય પ્રવળતિના કારણે બન્નેએ સમાજ જીવનમાં અદકેરૂ સ્‍થાન હાંસલ કર્યુ છે. સિમ્‍પલ એડ.ની સફળ સફર યાત્રાના સંગાથી એવા લલીતભાઈ શાહ (માસા), બિપીન રાઠોડ, હાર્દિક જોશી, કરણ જુંજા, રોનક વાગડિયા વગેરેનું પણ અનન્‍ય યોગદાન રહયું છે. (૦૦૦) 

(3:44 PM IST)