<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

મિલ્‍કત વેરાનો પ૦૧ કરોડનો લક્ષ્યાંક

૪.૦૭ લાખ કરદાતાએ દ્વારા ૩૪૭ કરોડની આવકઃ વ્‍યવસાય વેરામાં ૪૦ કરોડ સામે ર૬ કરોડની આવક

રાજકોટઃ વર્ષ૨૦૨૫-૨૬નું વર્ષ વેરા વસુલાત શાખા માટે ખૂબજ મહત્‍વનું રહ્યુ, અત્‍યાર સુધીમાં કુલ ૪,૦૭,૨૧૯ કરદાતાઓએ મિલકતવેરાની ભરપાઈ કરેલ છે જેનાથી કુલ રકમ રૂ. ૩૪૭.૦૦ કરોડની વસુલાત થવા પામેલ છે. ચાલુ નાણાકીય વર્ષે રકમ રૂ. ૪૫૫.૦૦ કરોડની આવક થવાનો અંદાજ છે. અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વેરાની આવકનો રકમ રૂ. ૫૦૧.૦૦ કરોડ તથા સૂચિત વેરા વધારો મંજુર થયે અંદાજિત રકમ રૂ. ૯૫.૦૦ કરોડ મળી કુલ રકમ રૂ. ૫૯૬,૦૦ કરોડનો અંદાજ રાખવામાં આવેલ છે.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ ૩,૪૬,૩૩૯ આસામીઓએ અર્લી બર્ડ સ્‍કીમ દરમિયાન એપિલ થી જુન સુધીમાં, એડવાન્‍સમાં કુલ રકમ રૂ. ૨૪૭.૫૬ કરોડની મિલકતવેરાની રકમ ભરપાઈ કરેલ છે આ આસામીઓ પૈકી અર્લીબર્ડ સ્‍કીમ દરમિયાન ૨,૫૫,૮૪૮ આસામીઓએ મિલકતવેરો/પાણીવેરો ઓનલાઈન ભરપાઈ કરેલ. તેમજ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન કુલ ૧૬.૧૮૭ મિલકત ધારકોએ ઙ્કથમ વખત મિલકતવેરાની ભરપાઈ કરી નવા કરદાતા તરીકે ઉમેરાયેલ છે જેઓએ કુલ રકમ રૂ. ૨૬.૧૬ કરોડ જેટલી રકમની મિલકતવેરા પેટે ભરપાઈ કરેલ છે તથા કુલ ૧૨.૮૦૯ મિલકતોની નવી આકારણી કરવામાં આવેલ છે જેનાથી કુલ રકમ રૂ. ૨૮.૬૫ કરોડનું નવું માંગણુ જનરેટ કરેલ છે.

(3:48 PM IST)