News of Thursday, 5th February 2026
ધૂરંધર ટીમ એકાઉન્ટ : ૬૦ દિવસની રાત-દિવસ મહેનત : વાસ્તવિક બજેટ સુપ્રત
ચીફ એકાઉન્ટન્ટ અમિતભાઇ સવજીયાણીની ટીમે આર્થિક સ્થિતિને સંભાળી

રાજકોટ તા.૪: મ્યુ. કોર્પોરેશનનાં વર્ષ ર૦૨૬-ર૭નું બજેટ તૈયાર કરવા માટે એકાઉન્ટ વિભાગના ચીફ એકાઉન્ટન્ટ અમીતભાઇ સવજીયાણી અને તેમના સ્ટાફની ટીમે સતત ચાર મહિનાની દિવસ-રાતની જહેમત ઉઠાવી હતી. ગઇરાત્રે ૧૧ વાગ્યે અમિતભાઇ સવજીયાણીએ બજેટને ફાઇનલ ટચ આપ્યો હતો. મ.ન.પા.ની તિજોરીને પણ માઠી અસર પહોંચી આવકની તંગી હોવા છતાં આ તમામ પડકારો ઝીલીને પણ તંત્રની આર્થિક સ્થિતિને ડામાડોળ થતી અટકાવી અને ચાલુ પ્રોજેકટો તથા હવે નવા વર્ષના પ્રોજેકટો ચાલુ કરવા તેની આવક અને ખર્ચના ચોકકસ અંદાજો મુકવા આવી તમામ મુશ્કેલી વિ. બાબતોનો સામનો કરી શ્રી અમીતભાઇ સવજીયાણીની ટીમે દિવસ-રાત એક કરીને લોકભોગ્ય બજેટ આપવાનો સફળ પ્રયાસ કર્યો છે ખરેખર પ્રશંસનીય અને હિંમતભર્યું કાર્ય છે
(11:15 AM IST)










