તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણી નહિ લડવા એડવોકેટ જીજ્ઞેશ જોષીનો નિર્ણય

રાજકોટ તા.પઃ ગુજરાત બાર કાઉન્સીલની ચુંટણી આગામી છ માર્ચે યોજાઇ રહી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી બાર કાઉન્સીલને ચુંટણી લડવાની જાહેરાત કરી રહેલા એડવોકેટ જીજ્ઞેશ જોષીએ બાર કાઉન્સીલ ચુંટણી નહિ લડવાનું જાહેર કર્યુ છે. આ અંગે તેઓ સંપર્ક સાધતા તેઓઅુ જણાવેલ કે, મારા અંગત અને વ્યકિતગત કારણોસર હવે ચુંટણી લડવાનો નથી. હું બાર કાઉન્સીલની ચુંટણી લડવાનો હતો પરંતુ મારા ઉપરોકત અંગત નિર્ણયના કારણે હવે હું ચુંટણી લડવાનો નથી તેમ જીજ્ઞેશભાઇ જોષીએ જણાવ્યું હતું.
(2:24 PM IST)










