<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

પૂ.રામભદ્રાચાર્યજી મહારાજ સમક્ષ ૮ વર્ષના શૌર્ય કાકરેચાએ શ્રી રામ ભગવાનની ૪૦ પેઢીના નામ કડકડાટ રજુ કર્યા

મહેશભાઇ કાકરેચા અને કોમલબેન કાકરેચાના ૮ વર્ષના પુત્રને ધાર્મિક પુસ્‍તકો વિશે અદભુત જ્ઞાન : હનુમાન ચાલીસાના પાઠ પણ અર્થ સહિત બોલી જાય છે

રાજકોટ, તા., પઃ નાના બાળકો ધારે તે ક્ષેત્રમાં આગળ વધીને પોતાનું તથા પરિવારનું નામ રોશન કરતા હોય છે. ત્‍યારે રાજકોટના ૮ વર્ષના શૌર્ય કાકરેચા પાસે અદભુત સિધ્‍ધી છે.

રાજકોટના મહેશભાઇ ઇશ્વરભાઇ કાકરેચા અને કોમલબેન કાકરેચાના ૮ વર્ષના પુત્ર શૌર્ય કાકરેચાને ધાર્મિક બાબતોનું અદભુત જ્ઞાન છે. ગોંડલ તાલુકાના મોવૈયા ગામમાં શંકરાચાર્ય પૂ. રામભદ્રાચાર્યજીની શ્રી રામકથાનું અદભુત આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં શૌર્ય કાકરેચાએ પણ કથા શ્રવણનો લાભ લીધો હતો.

શંકરાચાર્ય પૂ. રામભદ્રાચાર્યજી સમક્ષ   શૌર્ય કાકરેચાએ શ્રી રામ ભગવાનની ૪૦ પેઢીના નામ કડકડાટ બોલતા શંકરાચાર્ય પૂ. રામભદ્રાચાર્યજીએ તેમને આશીર્વાદ આપ્‍યા હતા અને ધાર્મિક પુસ્‍તક ભેટ આપ્‍યું હતું.

શૌર્ય કાકરેચા હાલમાં ધોરણ -૩ મા ં શુભમ ગ્‍લોબલ સ્‍કુલમાં રાજકોટમાં અભ્‍યાસ કરે છે. અભ્‍યાસની સાથોસાથ તે શ્રી હનુમાન ચાલીસા, શ્રી ભગવત ગીતા સહિતના ધાર્મિક ગ્રંથોના શ્‍લોકોનું પઠન કરે છે અને તેનું ભાષાંતર પણ કરે છે. અર્થ સહિત તે જુદા જુદા ગ્રંથો વિશે જ્ઞાન ધરાવે છે. અભ્‍યાસમાં આગળ વધવાની સાથોસાથ તેમને મોટા થઇને મોટીવેશનલ સ્‍પીકર બનવાની ઇચ્‍છા છે.

શૌર્ય કાકરેચાને અભ્‍યાસની સાથોસાથ ધાર્મિક બાબતોમાં આગળ વધવા માટે પિતા મહેશભાઇ (મો.૯૪ર૬૪ પ૭૦૭૯) અને માતા કોમલબેન તથા પરિવારજનો પુરતો સપોર્ટ આપે છે.  શૌર્ય કાકરેચાને પૂ.શંકરાચાર્ય પૂ. રામભદ્રાચાર્યજી, દ્વારકાના શંકરાચાર્યજી, કથાકાર જીજ્ઞેશદાદા ‘રાધે રાધે', જુનાગઢના ઇન્‍દ્રભારતીબાપુ સહિત અનેક સંતો-મહંતોએ આશીર્વાદ પાઠવ્‍યા છે. 

 

(2:27 PM IST)