<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

છેલ્‍લા ૩૮ વર્ષથી રેલ્‍વે સ્‍ટેશનો પર ગુંજી રહ્યો છે સરલા ચૌધરીનો અવાજ

‘‘યાત્રી કૃપાયા ધ્‍યાન દે...'' * રેલ્‍વ પ્‍લેટફોર્મ પર તેમનો અવાજ હજી ગુંજતો રહે છે. સરલાજીએ ૧૯૮૨ માં રેલ્‍વેમાં દૈનિક વેતન ઉદ્ધોષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. *સરલા ચૌધરી ભારતીય રેલ્‍વેમાં પ્રથમ મહિલા ઉદ્ધોષક બન્‍યા હતા. * સરલાજીનો અવાજ ધ્‍યાન આકર્ષિત કરવામાં અસરકારક છે અને મુસાફરો ખરેખર જાહેરાતો પર ધ્‍યાન આપવા લાગ્‍યા છે ત્‍યારે રેલવે વિભાગે તેણીને કાયમી નોકરીએ રાખી લીધા.! ઞ્જ ૧૯૮૬ માં મુંબઇના દરેક સ્‍ટેશન પર એનાઉન્‍સમેન્‍ટ માટે જવું પડતું

 

‘‘યાત્રી કૃપાયા ધ્‍યાન દે.. પંચકોડાથી અજમેર થઈને જેસલમેર જતી ટ્રેન નંબર ૧૫૦૧૪ રાણીખેત એક્‍સપ્રેસ, પ્‍લેટફોર્મ નંબર પાંચ પર ૧૦:૫૫ વાગ્‍યે પહોંચવાની સંભાવના છે...''

દરરોજ હજારો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને ભારતીય રેલ્‍વે દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનો લાભ મેળવે છે. મુસાફરો દિવસ-રાત રેલ્‍વે સ્‍ટેશનો પર તેમની ટ્રેનની રાહ જુએ છે અને તેમની ટ્રેનની જાહેરાતો તેમને તેમની ટ્રેનના પ્રસ્‍થાનની જાણ કરે છે. ભારતીય રેલ્‍વે મુસાફરોના મુસાફરીના સમયથી લઈને ખોવાયેલી વસ્‍તુઓ સુધી બધું જ જાહેર કરે છે. આ જાહેરાતો કેવી રીતે કરવામાં આવે છે અને આ જાહેરાતો માટે કોણ જવાબદાર છે તે સમજવું મહત્‍વપૂર્ણ છે. તમે જ્‍યારે પણ રેલ્‍વે સ્‍ટેશન પર જાઓ છો ત્‍યારે તમે એક અવાજ સાંભળ્‍યો હશે યાત્રીઓ ધ્‍યાન આપો...યાત્રી કૃપયા ધ્‍યાન દે.. આ અવાજ ૧૯૮૨ થી બધાન રેલવે સ્‍ટેશનોએ સંભળાય રહ્યો છે. જ્‍યારે પણ આ શબ્‍દો મનમાં આવે છે ત્‍યારે આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આ મોટાભાગનું કામ કમ્‍પ્‍યુટર દ્વારા થાય છે પરંતુ થોડા વર્ષો પહેલા સુધી એવું નહોતું. ભારતમાં દરેક વ્‍યક્‍તિએ આ અવાજ ચોક્કસ સાંભળ્‍યો હશે. બે દાયકાથી વધુ સમય વીતી ગયો છે છતાં આ રેલ્‍વે જાહેરાતનો અવાજ તમને ટ્રેન સંબંધિત માહિતી એટલી જ તાજગી સાથે પૂરી પાડે છે. પરંતુ શું તમે ક્‍યારેય વિચાર્યું છે કે આ અવાજ કોનો છે? આ અવાજ પાછળનો અવાજ સરલા ચૌધરી નો છે. ભલે તે હવે રેલ્‍વે ઉદ્ધોષકનો હોદ્દો સંભાળતા નથી પણ તેમનો અવાજ હજી ગુંજતો રહે છે. સરલાજીએ ૧૯૮૨ માં રેલ્‍વેમાં દૈનિક વેતન ઉદ્ધોષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

 સરલા ચૌધરી ભારતીય રેલ્‍વેમાં પ્રથમ મહિલા ઉદ્ધોષક બન્‍યા હતા. હકીકતમાં તેના પિતા પણ રેલ્‍વે કર્મચારી હતા. સરલાબેને એક માધ્‍યમને જણાવેલ કે તેના પિતાએ એકવાર ઉલ્‍લેખ કર્યો હતો કે રેલ્‍વે જાહેરાત વિભાગમાં ત્રણ મહિના માટે રેલ્‍વે સ્‍ટાફના બાળકોને ભરતી કરી રહી છે. વર્ષ ૧૯૮૨માં સરલા ચૌધરી સહિત સેંકડો ઉમેદવારોએ મધ્‍ય રેલ્‍વેમાં ઉદ્ધોષક પદ માટે અરજી કરી હતી. ત્‍યારબાદ સરલાબેનને આ પદ માટે પસંદ કરવામાં આવ્‍યા હતા. જોકે તેણી કામચલાઉ કર્મચારી તરીકે જોડાયા હતા. જ્‍યારે રેલ્‍વેને ખબર પડી કે સરલાજીનો અવાજ ધ્‍યાન આકર્ષિત કરવામાં અસરકારક છે અને મુસાફરો ખરેખર જાહેરાતો પર ધ્‍યાન આપવા લાગ્‍યા છે ત્‍યારે વિભાગે તેણીને કાયમી નોકરીએ રાખી લીધા હતા.! સરલા ચૌધરીએ પણ અવાજ પરીક્ષણ આપ્‍યું અને તેણીની પસંદગી કરવામાં આવી.

સરલા ચૌધરીએ ૧૩ જુલાઈ, ૧૯૮૨ના રોજ ઉદ્ધોષક તરીકે રેલવેમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણી કહે છે કે જૂન ૧૯૯૧ માં, તેના સ્‍ટેશન પર એક કમ્‍પ્‍યુટર ઇન્‍સ્‍ટોલ કરવામાં આવ્‍યું હતું, જેમાં તેનો અવાજ ફીટ કરવામાં આવ્‍યો હતો. હવે આ જાહેરાતો શેડ્‍યૂલ થવા લાગી. સરલાબેન ક્‍યારેક તો તેની ટ્રેનની રાહ જોતી વખતે પોતાનો જ અવાજ સાંભળતા હતા.! સરલા ચૌધરીનો અવાજ છેલ્‍લા વર્ષથી રેલ્‍વે સ્‍ટેશનો પર ગુંજી રહ્યો છે યાત્રીઓ, કૃપા કરીને ધ્‍યાન આપો...

સરલા ચૌધરી કહે છે, અમે અમારા પિતા સાથે જતા હતા અને અમે નાના હતા ત્‍યારથી અમે ઘણું બધું રેલ્‍વે સ્‍ટેશને જોયું હતું. પરંતુ મે નક્કી કર્યું ન હતું કે હું રેલ્‍વેમાં કામ કરીશ. અમારો અવાજ પરીક્ષણ કુર્લા કાર શેડ ખાતે કરવામાં આવ્‍યો હતો. અમે ૧૩ જુલાઈ, ૧૯૮૨ ના રોજ ઉદ્ધોષકની નોકરીમાં જોડાયા. તે પહેલી બેચ હતી અને તેમાં ૧૩ મહિલાઓ હતી. ત્‍યાં સુધી રેલવેના કોઇ સ્‍ટેશન પર ક્‍યારેય કોઈ ષીનો અવાજ નહોતો. રેલવેમાં ઉદઘોષણા પછી હું જ્‍યારે પણ સ્‍ટેશન પર પહોંચતી ત્‍યારે ઘણા લોકો મને મળવા આવતા. મુંબઇ લોકલમાં સાંજે બધા જવાની તૈયારી કરી રહ્યા હોય ત્‍યારે બારી સામે ખૂબ ભીડ જામતી. લોકો પોતાના બાળકોને દેખડવા લાવતા અને કહેતા કે જુઓ, આ દીદી કેવી જાહેરાત કરી રહ્યા છે રેલવેમાં ત્રણ મહિના માટે જ રહેવાનું હતું, પરંતુ લોકોનો પ્રતિસાદ એટલો સારો હતો કે અમે રેલવેના બનીને રહી ગયા.

૧૯૮૬ માં, જ્‍યારે સરલાજી રેલ્‍વેમાં કામ કરતા હતા ત્‍યારે તેમને જાહેરાત કરવા માટે મુંબઇના દરેક સ્‍ટેશન પર જવું પડતું હતું. ફક્‍ત એક જાહેરાત રેકોર્ડ કરવામાં તેમને ત્રણથી ચાર દિવસ લાગતા હતા. આ જાહેરાતો ફક્‍ત હિન્‍દીમાં જ નહીં પરંતુ અન્‍ય ભાષાઓમાં પણ રેકોર્ડ કરવામાં આવતી હતી. ત્‍યારબાદ રેલ્‍વેએ જાહેરાતોની જવાબદારી ટ્રેન મેનેજમેન્‍ટ સિસ્‍ટમને સોંપી દીધી. સરલા ચૌધરીના અવાજનો ઉપયોગ હજુ પણ રેલ્‍વે સ્‍ટેશનો પર મહત્‍વપૂર્ણ સૂચનાઓ પહોંચાડવા માટે થાય છે.

સરલાબેન કહે છે, અમને જૂન ૯૧ માં એક કોમ્‍પ્‍યુટર મળ્‍યું. કોમ્‍પ્‍યુટરમાં આપણો પોતાનો અવાજ હતો. જો અમે કોડ નંબર પસંદ કરતા તો જાહેરાત આપમેળે થતી. પ્‍લેટફોર્મ પર ગયા પછી અમને અમારો અવાજ સંભળાતો. થોડી વારમાં પ્‍લેટફોર્મ નંબર એક પર આવતી લોકલ ટ્રેન બોરીવલી માટે રવાના થશે. ત્‍યારે મને થયું કે મારો અવાજ બહાર આવો સંભળાય છે.! સરલા ચૌધરીની દીકરીઓએ જણાવ્‍યું હતું કે, અમે અમારા મિત્રોને કહ્યું હતું કે રેલવે પ્‍લેટફોર્મ પર ગુંજતો મમ્‍મીનો પહેલો ઔપચારિક રીતે રેકોર્ડ થયેલો અવાજ હતો. ત્‍યારથી અમે તે બધા રેકોર્ડિગ્‍સનો અભ્‍યાસ કરવાનું શરૂ કર્યું અને તેમને ધ્‍યાનમાં લેવાનું શરૂ કર્યું. કદાચ આ મમ્‍મીનો અવાજ હોઈ શકે છે. મમ્‍મી રેલ્‍વેના સ્‍ટાર બની ગયા હતા. મારો અવાજ છેલ્‍લા ૭-૮ વર્ષ સુધી ત્‍યાં રહ્યો. હવે રેલવેએ બધું બદલી નાખ્‍યું છે. ભલે આજકાલ બધી જાહેરાતો ટ્રેન મેનેજમેન્‍ટ સિસ્‍ટમ દ્વારા કરવામાં આવે છે પણ સરલા ચૌધરીનો અવાજ કંટ્રોલ રૂમમાં સ્‍ટેન્‍ડ-બાય મોડમાં સાચવવામાં આવ્‍યો છે, અને TMS સેવા સસ્‍પેન્‍ડ કરવામાં આવે ત્‍યારે તેનો ઉપયોગ કરાઇ છે

 

હવે સરલાબેન રેલવેમાં નથી પણ તેમનો અવાજ હજુ'ય ગુંજી રહ્યો છે..

લગભગ ૧૮ વર્ષ પહેલાં સરલા ચૌધરીએ ઓએચઇ વિભાગમાં ઓફિસ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ બનવા માટે તેમની જાહેરાત કરતા ફરજો છોડી દીધી હતી. પરિણામે સરલાજીનો અવાજ સ્‍ટેન્‍ડબાય પર સાચવવામાં આવ્‍યો હતો. આજે પણ જ્‍યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ ત્‍યારે તેમનો અવાજ આપણને ગુંજી રહ્યો છે. સરલા ચૌધરીના અવાજ યાત્રીઓ ધ્‍યાન આપો, કૃપા કરીને સાંભળીને મુસાફરો સતર્ક થઈ જાય છે અને ટ્રેનના સમય માટે સાંભળવાનું શરૂ કરે છે. એક મુલાકાતમાં સરલા ચૌધરીએ કહ્યું હતું કે જ્‍યારે તે લોકો તેના અવાજની પ્રશંસા કરે છે ત્‍યારે તે ખૂબ જ ખુશ થાય છે. જ્‍યારે લોકો તેને જાણ્‍યા વિના પણ તેના અવાજની પ્રશંસા કરે છે ત્‍યારે તે ખૂબ જ ખુશ થાય છે.(૩૮.૩૫)

પ્રશાંત બક્ષી 

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

[email protected]

(3:32 PM IST)