<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

સાડીનો વેપાર કરતાં મહિલા સાથે વીસ વર્ષ જુની બહેનપણીનો દગોઃ ૬ાા લાખનો ધૂંબો મારી દીધો

કોઠારીયા રોડ કૈલાસ પાર્કના જયાબેન ગરનારાની ફરિયાદ પરથી ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ પાસે રહેતી પ્રીતિબેન કારેલીયા સામે આજીડેમ પોલીસે ઠગાઇનો ગુનો નોંધ્‍યો શરૂઆતમાં નાની રકમ ઉછીના પેટે લઇ જઇ પરત આપી દીધીઃ જયાબેને વિશ્વાસ રાખી દાગીના ગીરવે મુકી રકમ આપી, પણ તેણીએ રકમ ન દેતાં દાગીનાની હરરાજી થઇ ગઇ

રાજકોટ તા. ૫: શહેરમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો વધુ એક કિસ્‍સો પોલીસ ચોપડે ચડયો છે. વીસ વર્ષ જૂની ઓળખાણનો ગેરફાયદો ઉઠાવી એક મહિલા પોતાની જ વ્‍યવસાયી બહેનપણીના સોનાના દાગીના રોકડ ઉછીના પેટે લઇ જઇ પાછા ન આપી તેમજ બહેનપણીના બે પડોશીઓને પણ છેતરી લેતાં કુલ ં રૂા. ૬,૩૧,૦૦૦ની છેતરપીંડીનો ગુનો દાખલ થયો છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ કૈલાસ પાર્ક-૩માં રહેતાં જયાબેન રમેશભાઇ ગરનારા-કડીયા (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી તેની જ જુની બહેનપણી ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ પાસે   અરાઇઝ-૨ ખાતે રહેતી પ્રીતિબેન બીપીનભાઇ કારેલીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. જયાબેને જણાવ્‍યું છે કે હું સાડીનો વેપાર કરુ છું અને પ્રીતિબેન પણ સાડી વેંચતા હોઇ અમારી વચ્‍ચે વીસ વર્ષથી ઓળખાણ અને મિત્રતા છે. અવાર-નવાર તે મારી પાસેથી નાની રકમ ઉછીની લઇ જઇ પછી પરત આપી દેતા હતાં. વર્ષ ૨૦૧૯માં પ્રીતિબેનની કારને અકસ્‍માત નડતાં રીપેરીંગ માટે તે મારી પાસેથી ૧.૧૦ લાખની રોકડ ઉછીના પેટે લઇ ગયા હતાં. મેં તેના પર વિશ્વાસ મુકી મારા દાગીના મુથુટ ફાયનાન્‍સમાં મુકીને તેણીને આ રકમ આપી હતી. પરંતુ બાદમાં પ્રીતિબેને મારા દાગીના છોડાવી ન દેતાં તેની હરરાજી થઇ ગઇ હતી.

એ પહેલા પણ પ્રીતિબેન મારી પાસેથી લગ્ન પ્રસંગમાં પહેરવાના નામે ૧૬.૮૭૦ ગ્રામનો સોનાનો ચેઈન અને ૬ ગ્રામની સોનાની બુટ્ટી પહેરવા માટે ઉછીના લઇ ગયા હતાં. પરંતુ પ્રસંગ પૂરો થયા બાદ જ્‍યારે જયાબેને દાગીના પરત માંગ્‍યા ત્‍યારે ‘કયાંક મુકાઈ ગયા છે' તેમ કહી ખોટા વાયદાઓ કરી દાગીના પરત આપ્‍યા નહોતા.

આ પછી મેં તપાસ કરતાં ખબર પડી હતી કે પ્રીતિબેને માત્ર મને જ નહીં, પણ ે અન્‍ય લોકોને પણ શિકાર બનાવ્‍યા છે. તેણેીએ મારી પાસેથી રોકડા રૂ. ૩.૦૫ લાખ અને દાગીના મળી કુલ રૂ. ૪.૯૫ લાખ, અમારા પાડોશી ભીમજીભાઈ રાઠોડ પાસેથીઃ કાર અકસ્‍માતના બહાને રૂ. ૭૮,૦૦, લવજીભાઈ પરમાર કે જે કરીયાણાની દૂકાન ચલાવે છે ત્‍યાંથી કરીયાણું અને રોકડા મળી રૂા. ૫૮૦૦૦ બાકી રાખી ધૂંબો મારી દીધો હતો. આ રીતે કુલ રૂ. ૬,૩૧,૦૦૦ની છેતરપિંડી કરી હતી. વારંવાર પૈસાની દાગીનાની ઉઘરાણી કરવા છતાં પ્રીતિબેન રોકડ કે દાગીના આપતી ન હોઇ અંતે પોલીસ કમિશનરને અરજી કરી હતી. તેના આધારે આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. આર. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(2:39 PM IST)