તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 5th February 2026
વાહનોમાં ગેરકાયદે લગાવાતી સફેદ એલઇડી જોખમીઃરાજયભરની આરટીઓ દ્વારા શરૂ થઇ ઝુંબેશ
એલઇડીમાં વોટ કેપેસીટી વધુ હોવાથી પ્રકાશ લાંબે સુધી ફેંકાતો હોવાથી વાહનચાલકોની આંખો અંજાઇ જતા અકસ્માતો સર્જાઇ શકે છેઃ રાજકોટ આરટીઓ ઇન્દ્રજીત ટાંક

રાજકોટ તા.૫: રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ગુજરાતનાં તમામ શહેરો અને જિલ્લાઓના તમામ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરોને વાહનોમાં ગેરકાયદેસર લગાવવામાં આવતી એલઈડી સફેદ લાઇટ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
રાત્રે વાહન ચલાવનાર ઘણા લોકોને એવો અનુભવ થયો હશે કે સામેથી આવતાં વાહનોમાંથી કયારેક અતિશય પ્રકાશ ફેંકતી લાઇટ જોવા મળે છે.
આ પ્રકારે વધારે પ્રમાણમાં પ્રકાશ ફેંકતી લાઇટ પ્રતિબંધિત છે, તેમ છતાં કેટલાક વાહનચાલકો તેમનાં વાહનમાં કંપની તરફથી લગાવેલી લાઇટ કાઢી નાખીને આ પ્રકારની લાઇટ લગાવે છે.
વધારે પ્રકાશ માટે કંપની સિવાયની લગાવવામાં આવતી એલઈડી (લાઇટ એમિટિંગ ડાયોડ) સફેદ લાઇટ રોડ સેફ્ટી માટે જોખમી છે. આ પ્રતિબંધિત એલઈડી સફેદ લાઇટને કારણે વાહનોનો અકસ્માત સર્જાવાનો પણ ભય રહેતો હોય છે.
આ અંગે નાગરિકોએ અવારનવાર વાહનવ્યવહાર વિભાગને રજૂઆતો પણ કરી છે. તાજેતરમાં રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા આ પ્રકારની લાઇટ સામે ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ગુજરાતનાં તમામ શહેરો અને જિલ્લાઓના તમામ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરોને વાહનોમાં ગેરકાયદેસર લગાવવામાં આવતી એલઈડી સફેદ લાઇટ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
હાલમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરના તમામ જિલ્લામાં વાહનોમાં ગેરકાયદેસર લાગેલી સફેદ એલઈડી લાઇટ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન જે વાહનમાં પ્રતિબંધિત એલઈડી લાઇટ જોવા મળે છે તેને કઢાવવા માટેની નોટિસ આપીને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
એલઈડી લાઇટકેમ જોખમી છે?
જાણકારો અનુસાર, એલઈડી લાઇટમાં ડિફયૂઝર લગાવવામાં આવતાં ન હોવાથી લાઇટ એક જ જગ્યાએ પડે છે જેને કારણે સામેથી આવતા વાહનચાલકની આંખો અંજાઈ જાય છે. જેને કારણે અકસ્માત સર્જાઈ શકે છે.
આ બારામાં રાજકોટ આરટીઓ શ્રી ઇન્દ્રજીત ટાંકનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, ગેરકાયદે એલઇડી બાબતે વાહન ચાલકો અને માલીકો સામે ઝુંબેશ ચાલી રહી છે. આરટીઓ કાર્યવાહી કરે તે પહેલા જ વાહનચાલકો આવી લાઇટો દૂર કરે તે તેમના હિતમાં રહેશે.
એલઇડીમાં વોટ કેપેસીટી વધુ હોવાથી પ્રકાશ લાંબે સુધી ફેંકાતો હોવાથી વાહનચાલકોની આંખો અંજાઇ જતા અકસ્માતો સર્જાઇ શકે છ
(3:15 PM IST)










