તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 5th February 2026
કોઠારીયા સોલવન્ટ પાસે ચોરીના ઇરાદે છરી વડે હુમલાના કેસમાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટઃ તા.પ,શહેરના ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે મોબાઈલ લુટના ઇરાદે ઝુંપડામાં ધુસેલા શખ્સે શ્રમિક પર છરી વડે હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા નામચીન તસ્કરની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરના ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે આવેલા ઝૂંપડામા મોબાઈલ ફોનની ચોરી કરવા ધુસેલા શખ્સના સળવળાટથી ભર નિંદ્રામાં રહેલા મેઘનાથ રામલાલ રોય જાગી જતા અજાણ્યા શખસે પ્રતિકાર કરતા મેઘનાથ રામલાલ રોય છરી વડે હુમલો કરી નાસવા જતા ગોંડલ રોડ પર નિર્વાણ ધીમ બ્રીજના પીલોર બનાવવા માટે ખોદેલ ખાડામાં અજાણ્યો શખ્સ ખાબકયો હતો બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો હતો. આ બનાવની સાઈટ સુપરવાઇઝર વિશાલભાઈ બાબુભાઈ પટેલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નટવરભાઈ ઉર્ફે નટુ દિનેશભાઈ કુંવરિયા (રહે ઘંટેશ્વર પચીસ વારીયા ક્વાટર જામનગર રોડ ) સામે ફરિયાદ નોંધાવી હતી. બાદ હોસ્પિટલમાંથી રજા આપતા તેની તારીખ ૧૭-૧-૨૦૨૬ ના રોજ અટક કરી જેલ હવાલે કર્યો હતો. હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન ઉપર છુટવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. બાદ બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી વિરુદ્ધ અગાઉ ચોરીના પાંચ ગુના નોંધાયેલા છે જો આરોપીને જામીન આપવામાં આવશે તો ફરી આવા ચોરી તથા લૂંટના ગુનાઓ કરશે અને તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ ટી. એસ બ્રહ્મભટ્ટએ આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.
(4:06 PM IST)










