News of Thursday, 5th February 2026
રૂખડીયા પરામાં થયેલ હત્યાની કોશીષના ગુનામાં બે આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા., ૫ : શહેરના રૂખડીયા પરા વિસ્તારમાં ઉઘરાણીના પ્રશ્ને જીવલેણ હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા બે આરોપીની ચાર્જસીટ પહેલાની જામીન અરજી અદાલતે મંજૂર કરી છે. વધુ વિગત મુજબ શહેરના રૂખડીયા પરા વિસ્તારમાં રહેતા આસિફ ઉર્ફે મામા અહેમદભાઈ ભાણું એ સબીર ઉર્ફે લાલો સલીમ રાઠોડ, અક્રમ ઈકબાલ ચૌહાણ, અનવર ઉર્ફે કચુ સલીમ રાઠોડ ,અરમાન દિલાવર ભાઈ હોથી અને ઈકબાલ મહંમદ હુસૈન શેખ સહિત છ શખ્સોએ છરી, તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યા અંગેની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં સબીર ઉર્ફે લાલા ફરિયાદી આસિફ ઉર્ફે મામા પાસે ઉછીના આપેલ રૂપિયા માંગતા હોય જે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી.
જેનો ખાર રાખી મોડી રાત્રે સબીર ઉર્ફે લાલો પોતાના ભાઈ અને મિત્રો સાથે બાઈકમાં ઘસી આવી રૂખડિયાપરામાં પંજેતન ચોક નજીક હુમલો કર્યા અંગેનું જણાવ્યું હતું. તપાસ પૂર્ણ થતા તમામ આરોપીને જેલ હવાલે કર્યા હતા, જેલમાં રહેલ અરમાન દિલાવરભાઈ હોથી અને ઇકબાલ મહમદહુશેન શેખ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન પર છૂટવા અરજી કરી હતી. સદરહું જામીન અરજી ચાલી જતાં ફરીયાદપક્ષ તથા આરોપીપક્ષની દલીલો, ઉચ્ચ ન્યાયાલયો ના ચુકાદાઓ તેમજ કેસ ના સંજોગો ને ધ્યાને લઈ એડી. સેશન્સ કોર્ટે આરોપીઓ અરમાન હોથી અને ઇકબાલ શેખની રેગ્યુલર જામીન અરજી મંજુર કરી છે. અરમાન હોથી અને ઇકબાલ શેખ તરફે રાજકોટના એડવોકેટ રૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, જીતભાઈ શાહ, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા અને પ્રેમરાજસિંહ પરમાર રોકાયા હતા.
(4:06 PM IST)










