તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
માધાપરથી ઇશ્વરીયા મંદિર તરફ જતા ચોકને ઇશ્વરીયા મહાદેવ સર્કલ નામકરણ

રાજકોટઃ મહાનગરપાલિકાવોર્ડ વોર્ડ નં.૦૩માં માધાપર થી ઇશ્વરીયા મંદિર તરફ જતા ચોકને ‘‘ઇશ્વરીયા મહાદેવ સર્કલ'' નું નામકરણની તકતીનું અનાવરણ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અને વોર્ડ નં.૩ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઇ ઢોલરીયા, ધીરૂભાઇ ઝાલાવડીયા, મુકેશભાઇ ઝાલાવડીયા, કુરજીભાઇ સંદ્યાણી, રવિરાજસિંહ જાડેજા, મયુરભાઇ ઝાલાવડીયા, જયેશભાઇ શીયાર, વિનુભાઇ મોલીયા, અશોકભાઇ ઝાલાવડીયા, ભીમભાઇ મકવાણા, રાણાભાઇ, કાંતીભાઇ મકવાણા, દિપેનભાઇ સારેસા, હરીભાઇ મકવાણા તથા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહેલ.
(4:20 PM IST)










