<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

થાઇલેન્‍ડ- બેંકોકની યુનિવર્સીટી સાથે સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીના સ્‍ટુન્‍ડન્‍ટ એક્ષચેન્‍જ કરાર સામે આર્ヘય વ્‍યકત કરતા ધરમ કાંબલીયા

વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે ટેકનોક્રેટ અમેરિકા, ઓસ્‍ટ્રેલિયા,જર્મની તેમજ કેનેડાથી વધારે જ્ઞાનની નગરી થાઈલેન્‍ડ (બેંકોક) યુનિવર્સિટી સાથે કરાર કરી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના જ્ઞાની ઉપકુલપતિ શ્રી ઉત્‍પલભાઈ જોશીએ ચાર ચાંદ લગાવ્‍યાઃ કાંબલીયા

ગોવામાં થયેલા કરાર સમયની તસ્‍વીરમાં સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ શ્રી ઉત્‍પલ જોશી અને વિદેશી યુનિવર્સીટીના પ્રતિનિધીઓ નજરે પડે છે.

રાજકોટ તા.૫: પૂર્વ સીન્‍ડીકેટ સભ્‍ય ડો.ધરમ કાંબલીયાએ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટીના ઉપકુલપતિ શ્રી ઉત્‍પલ જોશીએ તાજેતરમાં મલેશીયા- થાઇલેન્‍ડની ત્રણ યુનિવર્સીટીઓ સાથે કરેલા સ્‍ટુન્‍ડન્‍ટ એક્ષચેન્‍જ અને ડયુઅલ કોર્સ સંબંધી કરારો સામે કટાક્ષ ભરેલુ નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્‍યુ છે કે, વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે ટેકનોક્રેટ અમેરિકા, ઓસ્‍ટ્રેલિયા,જર્મની તેમજ કેનેડાથી વધારે જ્ઞાનની નગરી થાઈલેન્‍ડ (બેંકોક) યુનિવર્સિટી સાથે કરાર કરી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના જ્ઞાની ઉપકુલપતિ શ્રી ઉત્‍પલભાઈ જોશીએ ચાર ચાંદ લગાવ્‍યા છે. ખૂબ દીર્ઘદ્રષ્ટા તથા મહાજ્ઞાની ઉપકુલપતિ શ્રી ઉત્‍પલભાઈ જોશીએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને રાજ્‍ય સરકારના શિક્ષણ ક્ષેત્રને  વિશ્વભરમાં ‘‘જ્ઞાનની  નગરી'' તરીકે પ્રસિદ્ધ તેમજ પોતાની ‘ટેકનોલોજી ની આગવી સુજ થી વિદ્યાર્થીઓને રોજગારીનો માર્ગ  દેખાડતા વિશ્વ વિખ્‍યાત દેશ ‘થાઈલેન્‍ડ સાથે શૈક્ષણિક કરાર કરીને ચાર ચાંદ લગાવ્‍યા ! એ પણ બંનેમાંથી એક યુનિવર્સિટીના રજિસ્‍ટ્રાર-અધિકારી વગર ! ખુદ ગબ્‍બરે આ કરાર કયાં કર્યા?  કેમ્‍પસને બદલે જ્ઞાનની નગરી ‘ગોવા'માં ! વિદ્યાર્થીઓને તાત્‍કાલિક ફાયદો થાય તેવા દેશ સાથેના કરાર કરીને ઉપકુલપતિ સાર્થક કરી બાતવ્‍યું કે, જ્ઞાનને કોઈ સીમાડા નથી. સૌરાષ્‍ટ્રના લોકોની પણ ભવિષ્‍યમાં શિક્ષણની ભૂખ ભાંગશે તેમ જણાવી થાઈલેન્‍ડ કરાર બદલ ડો. ધરમ કાંબલીયાએ  ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા છે.

(4:22 PM IST)