<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ફોટોગ્રાફર જયેશ શાહનું શનિવારથી ત્રણ દિવસ રાજકોટમાં તસ્‍વીરી પ્રદર્શન

 

રાજકોટ તા. ૫ : જાપાનના ત્રણ ગોલ્‍ડ મેડલ વિજેતા અને લલિત કલા અકાદમીના અનેક એવોર્ડ હાંસલ કરનાર રાજકોટના તસ્‍વીરકાર જયેશ નવીનચંદ્ર શાહનું ફોટોગ્રાફી પ્રદર્શન તા. ૭ થી ૯ ફેબ્રુઆરી સુધી મોસ્‍ટ્રા એકિઝબીશન ગેલેરી પહેલો તથા બીજો માળ, ‘શાંતાયન' બિલ્‍ડીંગ જડુસ ફુડ ફિલ્‍ડની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજેલ છે. જેનું ઉદ્દઘાટન તા. ૭ ના શનિવારે સવારે ૧૦ કલાકે ગુજરાત ટુરીઝમના પૂર્વ ડાયરેકટર રાજુભાઇ ધ્રુવ અને ઇન્‍ટિરીયર ડિઝાઇનર ફોટો આર્ટીસ્‍ટ સુરેશભાઇ ભીલ્લાના હસ્‍તે કરાશે. કલાપ્રેમીઓ ત્રણે દિવસ સવારે ૧૦ થી સાંજે ૭ સુધી વિનામુલ્‍યે નિહાળી શકશે.

આજ પ્રદર્શનનું આયોજન ગુજરાત રાજય લલિત કલા અકાદમીના સહયોગથી  ડીસેમ્‍બર માસમાં ઉદેપુર રાજસ્‍થાન ખાતે પણ થયુ હતુ. ઉલ્લેખનીય છે કે જયેશભાઇ (મો.૯૪૨૮૦ ૩૯૮૮૩)ને ૨૦૧૩, ૨૦૧૬, ૨૦૧૯માં જાપાન દ્વારા ઇન્‍ટરનેશનલ ફોટોગ્રાફી કોમ્‍પીટીશનમાં ગોલ્‍ડ મેડલ એનાયત થયા હતા. ૨૦૨૫માં સી.જી.પી.ટી.આઇ.આઇ દ્વારા યોજીત નેશનલ ફોટોગ્રાફી કોમ્‍પિટીશન ઓલ્‍ડ એઇજ પોટ્રેટ વિષય પર પ્રથમ પારિતોષિક રૂ.૧,૦૦,૦૦૦નું મળેલ. તેમજ લલિત કલા અકાદમી ન્‍યુ દિલ્‍હી દ્વારા નેશનલ આર્ટ એકઝિબીશનમાં બે વખત તસ્‍વીર પ્રદર્શીત થઇ હતી.

(4:23 PM IST)