તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
અંદાજપત્રનો અંદાજ કાઢવા સ્ટેન્ડીંગમાં સમીક્ષા-ચર્ચા શરૂ

રાજકોટઃ મ્યુનિસિપલ કમિશનર એ રાજકોટ મહાનગરપાલિકાનું નાણાંકિય વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર ગઇ કાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજુરી અર્થે રજુ કરેલ હતુ. આ બજેટ અન્વયે ચર્ચા કરવા માટે ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલ હતી. જેમા નાયબ કમિશનર પથિક પટેલ,સી.કે. નંદાણી,એસ.જે.ધડુક, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી, સેક્રેટરી બી.એન.જેસડીયા,આસી.સેક્રેટરી એચ.જી. મોલીયા,આસી.કમિશનર બી.એલ.કાથરોટીયા, શ્રી વી.ડી.દ્યોણીયા, શ્રી કે.ડી.વાઢેર, મેનેજરશ્રીઓ એમ.ડી.ખીમસુરીયા, કે.બી.ઉનાવા, વિવેક મહેતા, પ્રણય પંચોલી, વિક્રમ અસોડા, લેબર ઓફિસર આશિષ વોરા સહિતના અધિકારીશ્રીઓ હાજર રહેલ.
આ બેઠક દરમ્યાન અધ્યક્ષ તરીકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર તેમજ સભ્યો દેવાંગભાઇ માંકડ, ડો.નેહલભાઇ શુકલ, બીપીનભાઇ બેરા, નરેન્દ્રસિંહ વાદ્યેલા, દક્ષાબેન વસાણી, રૂચીતાબેન જોષી તેમજ મંજુબેન કુંગસીયાએ સુચવેલ બજેટ અંગે લગત અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી ચર્ચામાં ભાગ લીધેલ હતો. આ બેઠક દરમ્યાન જુદા જુદા મુદ્દાઓ પર ગહન અભ્યાસ કરી જરૂરી સુધારા વધારા સાથે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અંદાજપત્ર મંજુર કરવામા આવનાર છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:26 PM IST)










