તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
કેવલમ્ સોસાયટીના કેટરર્સ સંચાલક બીપીનભાઇ પાંભરનો ખીરસરા પાસે મોટા વડામાં મંદિરે આપઘાત
ઝેર પી લેતાં સારવાર દરમિયાન દમ તોડયોઃ પરિવારમાં કલ્પાંતઃ આર્થિક ભીંસ કારણભુત હોવાનું તારણ

રાજકોટ તા. ૬: શહેરના કાલાવડ રોડ પર રહેતાં કેટરર્સ સંચાલકે લોધીકાના ખીરસરા નજીકના મોટા વડા ગામે આવેલા મંદિરે ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ પર કૈલાસ કેવલમ્ સોસાયટીમાં રહેતાં બિપીનભાઇ લક્ષમણભાઇ પાંભર (ઉ.વ.૪૭)એ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે મોટા વડા ગામની સીમમાં આવેલા શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ઝરેી દવા પી લીધી હતી. દર્શનાર્થીઓને જાણ થતાં ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. બીપીનભાઇને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ મારફત થતાં મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. હરેશભાઇ સોરાણી સહિતે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર બિપીનભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો છે. પોતે કેટરર્સનું કામ કરતાં હતાં. ઘરેથી ગઇકાલે તેઓ મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળ્યા બાદ આ પગલુ ભરી લીધુ હતું. આર્થિક ભીંસને કારણે પગલુ ભર્યુ કે અન્ય કારણોસર? તેની તપાસ અંતિમવિધી બાદ પોલીસ કરશે. આ બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.
(11:57 AM IST)










