<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સંતો-મહંતોના આર્શિવાદ સાથે કૈલાશ પરબતનો ભવ્‍ય પ્રારંભ

સ્‍વાદ અને વૈદિક પરંપરાનો અનોખો સંગમઃ રાજકીય, સામાજીક, પારિવારીક અગ્રણીઓ વડીલોની પ્રેરક ઉપસ્‍થિતી

રાજકોટઃ સૌરાષ્ટ્રનું પાટનગર પાટનગર અને ખાણીપીણીના શોખીનોનું શહેર એટલે રાજકોટ. રાજકોટની જનતા હંમેશા નવા સ્‍વાદ અને ગુણવતાયુક્‍ત ભોજનને આવકારવા માટે જાણીતી છે. ત્‍યારે વિશ્વભરના ૧૨ દેશોમાં પોતાની મીજબાનીનો જાદુ ચલાવ્‍યા બાદ અને ૯૦ થી વધુ આઉટલેટ સાથે શુધ્‍ધ શાકાહારી ભોજનના સૌથી મોટા વિશ્વ બ્રાન્‍ડ તરીકે સ્‍થાન જમાવનાર કૈલાશ પરબત હવે રાજકોટના આંગણે શરૂ થઇ ગયું છે. રાજકોટના પોશ વિસ્‍તાર ગણાતા કાલાવાડ રોડ ઉપર એ.જી. ચોક પાસે ધ એડલફી ખાતેના હેરીટેજ રેસ્‍ટોરન્‍ટ ‘‘કૈલાશ પરબત''નો ભવ્‍ય શુભારંભ કરવામાં આવ્‍યો છે.

રેસ્‍ટોરન્‍ટનો પ્રારંભ ભક્‍તિમય અને પરંપરાગત વાતાવરણમાં કરવામાં આવ્‍યો હતો. શ્રી વિદ્યાકલ્‍યાણ ધામ, રતનપરથી પધારેલા ૧૧ ઋષિકુમારો દ્વારા કરવામાં આવેલા મંત્રોચ્‍ચાર, શંખનાદ અને ઢોલ નગારા અને ત્રાંસાના ગુંજાવર વચ્‍ચે દિપ પ્રાગટય કરવામાં આવ્‍યું હોવાનું એક યાદીમાં જણાવાયું છે.

આ પ્રસંગે આધ્‍યાત્‍મિક વાતાવરણ સર્જાયુ હતું. ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરતા વાતાવરણમાં અભિષેકલાલજી મહારાજશ્રીના વરદ હસ્‍તે કૈલાશ પરબતનું મંગલ ઉદઘાટન - કરવામાં આવેલ હતું. આ સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, રાજકોટના લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન નરેશભાઈ પટેલ, રાજકોટ લોહાણા મહાજનના ઉપપ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ, નીતિનભાઈ ભારદ્વાજ જેમણે આ રેસ્‍ટોરન્‍ટ ડીઝાઈન કરેલ છે એવા મુંબઈના પ્રખ્‍યાત ઈન્‍ટીરીયર ડીઝાઈનર વિવેક પોપલીજી, કૈલાશ પરબત રેસ્‍ટોરન્‍ટ ઈન્‍ડીયાના હેડ અભિષેકજી સરગમ કલબ, ગુણવંતભાઈ ડેલાવાળા, સંતોષભાઈ વિરમાણી, દિનેશ કારીયા, ધવલ કારીયા, મીત કારીયા, લોહીત વિરમાણી, લક્ષ વિરમાણી, વૈશાલી કારીયા, જાનકી કારીયા, દર્શ કારીયા, રજનીકાંત કારીયા, અનિકેત કારીયા, પંકજકુમાર ઠકકર, પારૂલબેન ઠકકર, ધીરૂભાઈ રાજા, ભારતીબેન રાજા, રજનીભાઈ જોબનપુત્રા, ધીરૂભાઈ અભાણી, કાળુભાઈ અભાણી, મહેશભાઈ શીંગાળા વિગેરે ઉપસ્‍થિત રહેલ હતા.

‘કૈલાશ પરબત' તેની ખાસ વાનગીઓ અને પીરસવાની પધ્‍ધતિ માટે જાણીતું છે. રાજકોટના આઉટલેટમાં સૌથી મોટુ આર્કપણ રેસ્‍ટોરન્‍ટની મધ્‍યમાં આવેલું ચાટબાર છે. સામાન્‍ય રીતે ચાટ કાઉન્‍ટર ખુણામાં હોય છે. પરંતુ તેને કેન્‍દ્ર સ્‍થાન આપવામાં આવ્‍યું છે. કૈલાશ પરબત' હાઈજેનીક અને કવોલીટી સાથે કોઈ બાંધછોડ કરતા નથી. અહીં પાણીપુરીની પુરી પણ મશીન દ્વારા ઈનહાઉસ બનાવવામાં આવે છે. જેમાં લોટ બાંધવાથી લઈ અને સાઈઝ સુધીમાં કયાંય માનવનો હાથ સ્‍પર્શ થતો નથી.

રેસ્‍ટોરન્‍ટ ઈન્‍ટરીયરમાં કુદરતી લાકડા અને ટીકનો વ્‍યાપક ઉપયોગ કરવામાં આવ્‍યો છે. ખાસ કરીને જંગલી વુડના ટેબલ આકર્ષણનું કેન્‍દ્ર છે. જાણીતા ડીઝાઈનર વિવેક પોપલી દ્વારા રેસ્‍ટોરન્‍ટ તૈયાર કરવામાં આવેલ છે. ધરાકોને અંદર પ્રવેશતા જ એક પોઝીટીવ એનર્જી અને શાંતિનો અનુભવ થાય છે.

સર્વિસ કાઉન્‍ટર સિવાય તમામ જગ્‍યાએ વુડવર્ક કરવામાં આવ્‍યું છે. જે તેને કલાસીક લુક અપાવે છે. ૧૯૫૨ થી મુંબઈથી શરૂ થયેલ આ સફર ૭૫ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. ‘કૈલાશ પરબત' ની ખાસીયત એ છે કે તેમનો તમામ સ્‍ટાફ અને કુક બહારથી આવેલ છે. જે બ્રાન્‍ડની ઓરીજીનલ રેસીપી અને સ્‍વાદની જાળવણી રાખે છે. તમામ રો-મટીરીયલ કંપની દ્વારા નકકી કરેલ સ્‍ટાન્‍ડર્ડ મુજબ જ વાપરવામાં આવે છે. કૈલાશ પરબત' ના સંચાલકોએ જણાવ્‍યું કે   રાજકોટની જનતા સ્‍વાદપ્રિય અને ઉત્‍સાહી છે જો કવોલીટી આપો તો રાજકોટવાસી તેમને માથે બેસાડે છે. અમે આશા રાખીએ છીએ કે અહીં પધારેલા સ્‍વાદને માણે અને તેમનો તેમનો કિમતી પ્રતિભાવ આપે.

આ પ્રસંગે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, બાલકૃષ્‍ણલાલજીના મુખ્‍યાજી મુકેશભાઈ, ડે.મેયર ટીકુભા, મૌલેશભાઈ ઉકાણી, ભાજપના દિગ્‍ગજનેતાઓ સર્વશ્રી રમેશભાઈ રૂપાપરા, ધનસુખભાઈ ભંડેરી, ઈમ્‍પીરીયલ હોટલના માલિક અતુલભાઈ શેઠ, લોર્ડસ બેન્‍કેવેટના માલિક પ્રમોદભાઈ ભમ્‍મર, પરેશભાઈ ગજેરા, હરીશભાઈ લાખાણી, કમલેશભાઈ મીરાણી, પુષ્‍કરભાઈ પટેલ, ચેતનભાઈ સુરેજા, નીરૂભા વાઘેલા, હરીશભાઈ ભાલાણી, અતુલભાઈ રાજાણી, નલીનભાઈ વસા, જીવણભાઈ પટેલ - ગેલેકસી ગ્રુપ, રાજેશભાઈ પટેલ - ગેલેકસી ગ્રૂપ વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત હતા તેમ જણાવાયું છે.

કૈલાશ પરબત રેસ્‍ટોરન્‍ટ શરૂ થયા પહેલા ત્રણ દિવસ સુધી રાજકોટના  સન્‍માનીય મહાનુભાવોને એક ટેસ્‍ટીંગનો પ્રી-ઓપનીંગ કરવામાં આવ્‍યું હતું. જેમાં ૩૦ તારીખે બપોરે બાલકૃષ્‍ણ હવેલીના કિર્તન મંડળી, સજાવટ મંડળી, સુરેશભાઈ કોટક, શ્‍યામભાઈ આશર, મોહનભાઈ રાણપરા, તા. ૩૦ રાત્રે ડીનરમાં રાજકોટ ચા-બજારના મિત્રો અનંતભાઈ ઉનડકટ, જીતુભાઈ દેસાઈ, સુરેશભાઈ સંઘવી, અરવિદભાઈ બરછા, રજનીભાઈ ઉનડકટ, જીજ્ઞેશભાઈ દેસાઈ, ગીરીશભાઈ મહેતા અને જામનગરથી ખાસ પધારેલ રવીભાઈ, તા. ૩૧ બપોરના પધારેલ મહેમાનો કાળુભાઈ કાનગડ, મનિષભાઈ ભટ્ટ, દેવાંગભાઈ માંકડ, દિવ્‍યનીલભાઈ રાજયગુરૂ, સમર્થભાઈ મહેતા, સીઝન્‍સ હોટલના માલીક શ્રી વેજાભાઈ અને કેતનભાઈ, વિક્રમભાઈ પુજારા, તા. ૩૧ સાંજે રાજકોટના નામાંકિત ડોકટરો ખાસ પધારેલ હતા જેમાં ડો. મૃદુલ શર્મા, ડો. ભાવેશ સચદે, ડો. પારસ ડી. શાહ, ડો. મિલાપ મશરૂ, ડો. અમિષ સંઘવી, ડો. ચેતન લાલસેતા, ડો અમીત હપાણી, ડો. એમ.વી. વેકરીયા, ડો. પિયુષ અનડકટ, ડો. સુધીર ભીમાણી, ડો. ડી.કે. શાહ, ડો. પરમાર તા. ૧ના લંચમાં રાજકોટના નામાંકિત વકિલો અને સામાજીક આગેવાનો પિયુષભાઈ શાહ, મુકેશભાઈ દેસાઈ, અંશ ભારદ્વાજ, કાશ્‍મીરાબેન નથવાણી, બકુલભાઈ નથવાણી, નીતિનભાઈ નથવાણી, મયુરભાઈ શાહ, પેલીકનમાંથી ભરતભાઈ શ્રીમાંકર, ઉમેશભાઈ નંદાણી - પરીન ફર્નીચર, તા. ૧ સાંજે - સમાજના શ્રેષ્ઠીઓ  વસંતભાઈ માંગરોલીયા, મહેન્‍દ્રભાઈ રાઠોડ, રાજુભાઈ રાઠોડ, અમીત ત્રાંબડીયા, રાજુભાઈ વસાણી, મુનાભાઈ પરમાર, સંજયભાઈ પટેલ (ગુજરાત મીરર), અનિરૂધ્‍ધભાઈ નકુમ (સીટી ન્‍યુઝ)  ગોવિંદભાઈ પટેલ-(પૂર્વ મંત્રીશ્રી) ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:03 PM IST)